સિંગાપોરની એક કંપનીએ વફાદાર કર્મચારીઓને આપી ૩.૫ કરોડ રૂપિયાના સોનાની ગિફ્ટ

14 February, 2026 08:49 AM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

કંપનીમાં ૧૦થી ૧૪ વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને ૨૦ ગ્રામ, ૧૫થી ૧૯ વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને ૨૫ ગ્રામ

તકતીનું વજન ૨૦ ગ્રામથી ૩૦ ગ્રામ વચ્ચે છે

સિંગાપોરની એક કંપનીએ એના વફાદાર કર્મચારીઓને કુલ ૩.૫ કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં સોનાનાં સ્મૃતિચિહનો આપીને પુરસ્કાર આપ્યો છે. ચાંગ ચૅન્ગ હોલ્ડિંગ્સે ૧૦ વર્ષ કે એથી વધુ સમય સુધી કંપનીમાં સેવા આપનારા કર્મચારીઓને સોનાની તકતી એનાયત કરી હતી. તકતીનું વજન ૨૦ ગ્રામથી ૩૦ ગ્રામ વચ્ચે છે. દરેક તકતીની કિંમત ૩ લાખ રૂપિયાથી વધુ છે. કંપનીમાં ૧૦થી ૧૪ વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને ૨૦ ગ્રામ, ૧૫થી ૧૯ વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને ૨૫ ગ્રામ અને ૨૯ વર્ષથી વધુ સેવા આપનારા કર્મચારીઓને ૩૦ ગ્રામનો મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

ચાંગ ચૅન્ગ હોલ્ડિંગ્સ ૧૯૯૪માં ચાઇનીઝ મિક્સ વેજિટેબલ રાઇસ સ્ટૉલ તરીકે શરૂ થઈ હતી. છેલ્લાં ૩૦ વર્ષમાં કંપનીએ વિસ્તરણ કર્યું છે અને એ હવે ૧૬૦ રેસ્ટોરાં અને ૩૦થી વધુ કૉફીશૉપ ચલાવે છે અને ૧૨૦૦થી વધુ લોકોને રોજગારી આપે છે. સિંગાપોરસ્થિત કંપનીએ એની ૩૨મી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. એણે ૧૦૦થી વધુ ટેબલો સાથે ભોજન-સમારંભનું આયોજન કર્યું હતું, જ્યાં લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓને ગિફ્ટ આપવામાં આવી હતી. 

singapore international news world news news