શાહબાઝ શરીફ ફફડ્યા: પહલગામ અટૅકની તટસ્થ તપાસમાં પાકિસ્તાન સામેલ થવા તૈયાર

27 April, 2025 02:00 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પહલગામમાં થયેલો હુમલો સતત દોષારોપણની રમતનું વધુ એક ઉદાહરણ છે જે સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ

શાહબાઝ શરીફ

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી લેવાયેલા નિર્ણય અને પ્રેશરને કારણે પાકિસ્તાનમાં ડરનો માહોલ ફેલાયો છે. પાકિસ્તાને પહલગામ આતંકવાદી હુમલાની તટસ્થ અને પારદર્શી તપાસમાં સામેલ થવાની રજૂઆત કરી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘પહલગામમાં થયેલો હુમલો સતત દોષારોપણની રમતનું વધુ એક ઉદાહરણ છે જે સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ. એક જવાબદાર દેશ તરીકે પોતાની ભૂમિકાને ચાલુ રાખતાં પાકિસ્તાન કોઈ પણ તટસ્થ, પારદર્શી અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા માટે તૈયાર છે. જો ભારત પોતાના ભાગનું પાણી રોકશે તો એ તમામ વિકલ્પ અપનાવશે. પાણી અમારી લાઇફલાઇન છે અને એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત છે અને એની ઉપલબ્ધતાને દરેક કિંમત પર અને દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત રાખવામાં આવશે.’

international news world news pakistan Pahalgam Terror Attack