29 April, 2025 02:37 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સોમવારે એક શાંતિ સમિતિના કાર્યાલયમાં શક્તિશાળી બૉમ્બ-વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં અને નવ લોકો ઘાયલ થયા છે. હાલ આ હુમલાની કોઈ પણ જૂથે જવાબદારી નથી લીધી. જોકે વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શાંતિ સમિતિના કાર્યાલયની ઇમારત જમીનદોસ્ત થઈ હતી અને અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સુરક્ષા દળ અને સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચીને અન્ય ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી કાઢ્યા હતા. પોલીસ અને સુરક્ષા એજન્સીએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી હતી અને વિસ્ફોટ વિશે તપાસ આદરી છે.
બીજી તરફ સોમવારે અફઘાનિસ્તાન સીમા પર એક કાર્યવાહીમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલા ૧૭ અન્ય આતંકવાદીઓને ઠાર કરાયા હતા. આમ ગયા ત્રણ દિવસમાં કુલ ૭૧ વિદેશી આતંકવાદીઓને ઠાર કર્યા છે.