અમેરિકાની માતાએ ૧૬ વર્ષના પુત્ર સાથે જ બનાવી સેક્સ-ટેપ

24 June, 2012 04:13 AM IST  | 

અમેરિકાની માતાએ ૧૬ વર્ષના પુત્ર સાથે જ બનાવી સેક્સ-ટેપ

શૉકિંગ છે, પણ એટલી જ સાચી છે અમેરિકાની આ ઘટના. કૅલિફૉર્નિયાની ર્કોટે મિસ્ટી રેબેકા ઍટકિન્સન નામની મહિલાને પોતાના સગા દીકરા સાથે સેક્સ માણવા બદલ ચાર વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફટકારી છે. મિસ્ટીએ ૧૫ વર્ષ પછી ફેસબુકના માધ્યમથી પોતાના પુત્રનો કૉન્ટૅક્ટ કર્યો હતો. મિસ્ટીએ જોકે પુત્ર સાથેનો સંબંધ કાનૂની રીતે પ્રતિબંધિત એવા નિષેધ સંભોગનો નહીં, પણ માત્ર જિનેટિક અટ્રૅક્શન હોવાનો દાવો કર્યો હતો.

મિસ્ટી અને તેનો ૧૬ વર્ષનો પુત્ર કૅલિફૉર્નિયાના યુકીઆહની એક મોટેલમાંથી ઝડપાઈ ગયાં હતાં. બન્નેએ એકમેક સાથેની સેક્સની વિડિયો ટેપ્સ પણ બનાવી હતી. ૧૫ વર્ષ પછી ફેસબુક પર પોતાના પુત્રને શોધી કાઢ્યા પછી મિસ્ટીએ તેને અશ્લીલ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. મિસ્ટીએ પુત્રની કસ્ટડી ગુમાવ્યા પછી તે છેલ્લાં ૧૫ વર્ષથી પિતા સાથે રહેતો હતો અને મિસ્ટી પોતાની મમ્મી હોવાની જાણ તેને હતી.

મિસ્ટીએ ર્કોટમાં એવો દાવો કર્યો હતો કે તેને પુત્ર પ્રત્યે માત્ર જિનેટિક અટ્રૅક્શન હતું, જે લાંબા સમય પછી મળનારા ૫૦ ટકા સંબંધીઓ વચ્ચે સ્વાભાવિકપણે જ સર્જાતું હોય છે.

મોટેલની રૂમમાંથી પકડાયા પછી પોલીસે પુત્રના મોબાઇલફોનમાંથી તેની માતાના સંખ્યાબંધ બીભત્સ વિડિયો શોધી કાઢ્યા હતા. મિસ્ટી અવારનવાર પોતાના ન્યુડ ફોટોગ્રાફ્સ પુત્રને મોકલતી હતી એટલું જ નહીં, એક મેસેજમાં તો બન્નેએ સાથે ક્યાંક ભાગી જવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. હવે જોકે મિસ્ટીએ જેલમાં રહેવું પડશે, પણ તેના વકીલે જણાવ્યા પ્રમાણે સારી વર્તણૂક કરશે તો થોડા મહિનાઓમાં જ તેને છોડી મૂકવામાં આવશે.

જિનેટિક અટ્રૅક્શન શું છે?

જિનેટિક અટ્રૅક્શન પર ઘણું ઓછું સંશોધન થયેલું છે. કેટલાક માનસશાસ્ત્રીઓના મતે લાંબો વખત જુદા રહ્યા પછી ભેગા થતા પરિવારના સભ્યો એકમેક પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવતા હોય છે, જેને જિનેટિક અટ્રૅક્શન કહેવામાં આવે છે. સગાં ભાઈ-બહેન, પિતરાઈ ભાઈ-બહેનો અનેક વર્ષો પછી જો એકબીજાંને મળે તો તેમની વચ્ચે જાતીય આકર્ષણ પેદા થવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને જ્યારે બન્ને લાંબો વખત એકબીજાંને જાણતાં ન હોય અને એ પછી જો તેઓ મળે તો આ શક્યતા અનેકગણી વધી જાય છે. મિસ્ટી ઍટકિન્સનના કેસમાં પણ તેના અને પુત્ર વચ્ચે ૧૫ વર્ષ સુધી કોઈ સંપર્ક નહોતો, પણ ગયા વર્ષે અચાનક તેઓ એકમેકની નજીક આવી ગયાં હતાં.