પાકિસ્તાનમાં તાલિબાનોના ડરના કારણે સ્કૂલો બંધ રહી

21 December, 2022 10:41 AM IST  |  Bannu | Gujarati Mid-day Correspondent

આતંકવાદીઓ વધુ લોકોને બંધક બનાવી શકે એવા ડરથી આ વિસ્તારની સ્કૂલ્સને ગઈ કાલે બંધ રાખવામાં આવી હતી. 

પાકિસ્તાનમાં તાલિબાનોના ડરના કારણે સ્કૂલો બંધ રહી

બન્નુ, પાકિસ્તાન : પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે પાકિસ્તાનના સિક્યૉરિટી અધિકારીઓ ગઈ કાલે આતંકવાદ વિરોધી સેન્ટર પર તૂટી પડ્યા હતા. આતંકવાદીઓએ આ આતંકવાદ વિરોધી સેન્ટરમાં અનેક લોકોને બંધક બનાવ્યા હતા. બીજી તરફ આ આતંકવાદીઓ વધુ લોકોને બંધક બનાવી શકે એવા ડરથી આ વિસ્તારની સ્કૂલ્સને ગઈ કાલે બંધ રાખવામાં આવી હતી. 

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ગ્રુપના ૩૦થી વધુ સભ્યો રવિવારે તેમના જેલર્સ પર હાવિ થઈ ગયા હતા અને તેમનાં હથિયારો છીનવી લીધાં હતાં. 

આ વિસ્તારના એક સિનિયર સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘અમને ભય છે કે તાલિબાન સબર્બ્સમાં કોઈ પણ સ્કૂલમાં પ્રવેશીને સ્ટુડન્ટ્સને બંધક બનાવી શકે છે. અમે કોઈ પણ જોખમ લેવા માગતા નથી. આ જ કારણે એક દિવસ માટે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો.’

international news pakistan terror attack taliban