સાઉદી અરેબિયા, ટર્કી અને પાકિસ્તાને ઐતિહાસિક ત્રિપક્ષીય રક્ષણાત્મક સુરક્ષા-સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

08 August, 2026 10:54 AM IST  |  Riyadh | Gujarati Mid-day Correspondent

મક્કા જૉઇન્ટ ડિફેન્સ ઍગ્રીમેન્ટ હેઠળ કોઈ એક દેશ પર હુમલો ત્રણેય દેશો પર આક્રમણ ગણાશે

તસવીર સૌજન્યઃ એજન્સી

મધ્યપૂર્વમાં વધતી જતી લશ્કરી તંગદિલી વચ્ચે સાઉદી અરેબિયા, ટર્કી અને પાકિસ્તાને એક સંયુક્ત સંરક્ષણ-પૅક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ટર્કીના રાષ્ટ્રપતિ રેશેપ તાઈપ એર્દોવાન અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. મક્કા જૉઇન્ટ ડિફેન્સ ઍગ્રીમેન્ટ નામે ઓળખાતા આ પૅક્ટનો મુખ્ય હેતુ સામૂહિક સુરક્ષા અને સૈન્ય-ક્ષમતા મજબૂત કરવાનો છે.  

આ સમજૂતી હેઠળ ત્રણમાંથી કોઈ પણ એક દેશ પર થનારા સશસ્ત્ર હુમલાને ત્રણેય દેશો પરનો હુમલો ગણવામાં આવશે. આ ગઠબંધનમાં આર્થિક અને ઑઇલ ક્ષેત્રની વડી શક્તિ સાઉદી અરેબિયા, પરમાણુ શસ્ત્રધારી પાકિસ્તાન અને નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO)નું સભ્ય ટર્કી એક મંચ પર આવ્યાં છે.  

આ કાયદાકીય સમજૂતીમાં સંયુક્ત લશ્કરી કવાયત, ગુપ્તચર માહિતીની આપ-લે અને સંરક્ષણ ટેક્નૉલૉજી ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 

saudi arabia pakistan turkey world news international news news