નેધરલૅન્ડ્સને મળશે પ્રથમ ગે વડા પ્રધાન

03 November, 2025 11:35 AM IST  |  Amsterdam | Gujarati Mid-day Correspondent

૩૮ વર્ષના રોબ જેટનની ચૂંટણીમાં જીત, આર્જેન્ટિનાના ખેલાડી સાથે લગ્ન કરશે

રોબ જેટન

નેધરલૅન્ડ્સમાં D66 પાર્ટીએ ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે. પાર્ટીના ૩૮ વર્ષના ગે નેતા રોબ જેટન દેશના સૌથી નાની વયના વડા પ્રધાન બનવા માટે તૈયાર છે. ખુલ્લેઆમ પોતાને ગે જાહેર કરનારા જેટનની સગાઈ આર્જેન્ટિનાના ઑલિમ્પિયન હૉકી-ખેલાડી નિકોલસ કીનન સાથે થઈ છે અને તેઓ આવતા વર્ષે સ્પેનમાં લગ્ન કરવાના છે. જેટને ઇસ્લામ અને ઇમિગ્રેશનવિરોધી નીતિઓનો ખુલ્લેઆમ પ્રચાર કરનારા નેતા ગીર્ટ વાઇલ્ડર્સને હરાવ્યા હતા.

જેટન સાઉથઈસ્ટ નેધરલૅન્ડ્સના ઉડેનમાં ઊછર્યા હતા અને રેડબૌડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ બાળપણથી જ રમતગમત પ્રત્યે ઉત્સાહી હતા. તેનાં મમ્મી-પપ્પા બન્ને શિક્ષક હતાં. 

netherlands international news world news news