નિવૃત્તિની વય વધારવા સામે ફ્રાન્સમાં આક્રોશ

29 March, 2023 12:06 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

પેન્શનના કાયદામાં ફેરફારના રાષ્ટ્રપતિ મૅક્રોને લીધેલા પગલાંઓના વિરોધમાં પૅરિસમાં મોટા પાયે પ્રદર્શન

નિવૃત્તિની વયને વધારવા સામે પૅરિસમાં ભેગા થયેલા ટ્રેડ યુનિયનના કર્મચારીઓ. તસવીર એ.એફ.પી.

ફ્રાસની રાજધાની પૅરિસમાં ગઈ કાલે નિવૃત્તિની વયને ૬૨થી વધારીને ૬૪ વર્ષ કરવાના વિરોધમાં ફરી એક વાર મોટા પ્રમાણમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો છે. કોઈ  અનિચ્છનીય બનાવ ન બને એ માટે રાજધાની પૅરિસમાં જ ૧૩,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ભારે વિરોધ છતાં ફ્રાન્સની સરકાર પોતાના કાયદામાં ફેરબદલ કરવાના મૂડમાં નથી. સરકારે આ બદલાવ માટે સંસદમાં મતદાન પણ કરાવ્યુ ન હોવાથી લોકોમાં વધુ આક્રોશ છે.

પૅરિસના રેલવે-ટ્રૅક પર પ્રદર્શનકારીઓએ સળગાવેલી પ્લાસ્ટિકની કચરાપેટીઓ.

પ્રદર્શનકારીઓએ પૅરિસના રસ્તાઓ પર મૂકેલી પ્લાસ્ટિકની કચરાપેટીઓને આગ લગાવી હતી. રેલવે ટ્રૅક પર પણ આડશ મૂકવામાં આવી રહી હતી. ટ્રેડ યુનિયનો દ્વારા વર્કરોને મેક્રોન સરકારના નિર્ણયના વિરોધમાં રસ્તા પર આવવા માટેનું આહ્વાન આપ્યું હતું. 

international news france paris