કૅનેડાની ચૂંટણીમાં વડા પ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટીનો વિજય

30 April, 2025 10:18 AM IST  |  Canada | Gaurang Vyas

કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ સોમવારે યોજાયેલી કૅનેડાની ફેડરલ ચૂંટણી જીતી લીધી હતી

માર્ક કાર્ની

કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ સોમવારે યોજાયેલી કૅનેડાની ફેડરલ ચૂંટણી જીતી લીધી હતી. જોકે શરૂઆતનાં પરિણામ જણાવે છે કે તેમને સરકાર બનાવવા માટે બીજા પક્ષો પર આધાર રાખવો પડી શકે છે. મુખ્ય મુકાબલો લિબરલ પાર્ટી અને વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયેર પોઇલિવર વચ્ચે હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની ઘટતી લોકપ્રિયતાને પગલે તેમણે રાજીનામું આપ્યું હતું અને માર્ક કાર્નીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય જાહેર કરવાની ધમકી આપી હતી અને ટૅરિફ લગાવી હતી, પણ આ બધાને કારણે લિબરલ પાર્ટીને એનો ફાયદો થયો હતો.
રાજધાની ઓટાવામાં સમર્થકો સમક્ષ વિજયી ભાષણમાં માર્ક કાર્નીએ વૉશિંગ્ટન તરફથી આવતી ધમકીઓનો સામનો કરવા માટે કૅનેડિયન એકતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

international news canada world news