ઍડ્વાન્ટેજ ઇન્ડિયન્સ

20 February, 2021 12:09 PM IST  |  Washinto | Gujarati Mid-day Correspondent

ઍડ્વાન્ટેજ ઇન્ડિયન્સ

જો બાઇડન

ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડને અમેરિકાના નવા પ્રમુખ તરીકે સત્તાનાં સૂત્રો સંભાળતાં જ તેમના પુરોગામી રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન સંબંધી નકારાત્મક નીતિઓને બદલવાની શરૂઆત કરી છે. બાઇડન પ્રશાસને ભારતના ઇન્ફોટેક પ્રોફેશનલ્સને લાભ થાય એવી જોગવાઈઓ ધરાવતો ખરડો અમેરિકન કૉન્ગ્રેસમાં રજૂ કર્યો છે. નવા ઇમિગ્રેશન બિલમાં દરેક દેશ માટે એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ્સની મર્યાદાની જોગવાઈ દૂર કરવાની જોગવાઈ છે.

યુએસ સિટિઝનશિપ ઍક્ટ-૨૦૨૧માં સક્ષમ દસ્તાવેજો વગરના ૧.૧૦ કરોડ કર્મચારીઓને નાગરિકતા બક્ષવાનો માર્ગ મોકળો કરવા, એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ્સની ક્વૉટા-મર્યાદા દૂર કરવા અને H-1B વિઝાના આધારે રહેતા વિદેશી કર્મચારીઓ પર આધાર રાખતા કુટુંબીજનો કે અન્યોને વર્ક ઑથોરાઇઝેશન આપવાની જોગવાઈઓ પ્રસ્તાવિત છે.

international news united states of america joe biden donald trump