12 December, 2023 12:15 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન (Pakistan)ના ડેરા ઈસ્માઈલ ખાન (Dera Ismail Khan) જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર સુરક્ષા અધિકારીઓ શહીદ થયા છે. જ્યારે અનેક લોકો જખમી થયા છે. આ બાબતે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ મંગળવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે, જેમાં ચાર સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે.
વહીવટી સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલું વાહન પોલીસ સ્ટેશનમાં ઘુસાડી દીધું હતું અને આ દરમિયાન તેઓએ સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. નિવેદન અનુસાર, પાકિસ્તાની તાલિબાન જૂથના તહરીક-એ-જેહાદ (TEJ)એ આ હુમલાની જવાબદારી લીધી છે. જે થોડા સમય પહેલા અસ્તિત્વમાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની તાલિબાન જૂથ સાથે જોડાયેલા તહરીક-એ-જેહાદે હુમલાની જવાબદારી લીધી છે. અધિકારી એજાઝ મહમૂદે જણાવ્યું કે, જે પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો તે અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલ છે.
તહરીક-એ-જેહાદ શું છે?
તહરીક-એ-જેહાદ આતંકવાદીઓના મુખ્ય જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલ છે. પાછલા વર્ષોમાં આ આતંકવાદી સંગઠને અનેક હુમલાઓ કર્યા છે.
જ્યારે આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાનમાં ગોળીબાર હજુ પણ ચાલુ હતો.