અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિવાર્તાના બીજા રાઉન્ડ પહેલાં પાકિસ્તાની નેતાઓ અલગ-અલગ દેશોની મુલાકાતે દોડ્યા

16 April, 2026 08:25 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના ચીફ ફીલ્ડમાર્શલ આસિમ મુનીર ઈરાન પહોંચ્યા અને વડા પ્રધાન ટર્કી, કતર અને સાઉદી અરેબિયા જવા દોડ્યા

ગઈ કાલે તેહરાનના ઍરપોર્ટ પર પાકિસ્તાના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરને ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ આવકાર્યા હતા.

પહેલી વારના પ્રયત્નમાં ઊંધા માથે પટકાયા છતાં પાકિસ્તાન હજી અમેરિકા-ઈરાન વચ્ચે સમાધાન કરાવવા માટેની કોશિશોમાં લાગેલું છે. બુધવારે પાકિસ્તાની આર્મીના ચીફ ફીલ્ડમાર્શલ આસિમ મુનીર અને ગૃહપ્રધાન મોહસિન નકવી તાત્કાલિક તેહરાન જવા નીકળ્યા હતા. બીજી તરફ વડા પ્રધાન શાહબાઝ શરીફ ટર્કી, કતર અને સાઉદી અરેબિયાની મુલાકાત માટે નીકળ્યા હતા. 
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને સુલઝાવવા માટેના આ પ્રયત્નો છે.

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આગામી દિવસોમાં શાંતિવાર્તાનો બીજો રાઉન્ડ ઇસ્લામાબાદમાં થઈ શકે છે એવું કહ્યું હતું. બીજા રાઉન્ડના વાર્તાલાપની સંભાવનાઓ માટે ટ્રમ્પે પાકિસ્તાનના આસિમ મુનીરને શ્રેય આપ્યું હતું. 

ભંડોળની ભીખ માગ્યા બાદ સાઉદી અરેબિયા પાકિસ્તાનને ૩ અબજ ડૉલરની સહાય આપશે

પાકિસ્તાનને સાઉદી અરેબિયા તરફથી ૩ અબજ ડૉલરની વધારાની સહાય મળશે. રિયાધ દ્વારા પાંચ અબજ ડૉલરની વધારાની ડિપોઝિટ માટે રોલઓવર વ્યવસ્થાને લાંબા ગાળા માટે લંબાવવા ઉપરાંત પાકિસ્તાન માટે વધારાનું ભંડોળ પણ આપવામાં આવ્યું છે. યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE) દ્વારા ૩ અબજ ડૉલરની લોન ચૂકવવા માટે કહેવામાં આવ્યા બાદ પાકિસ્તાને સાઉદી અરેબિયા પાસે નાણાકીય સહાય માટે ભીખ માગી હતી.

international news world news pakistan iran israel middle east crisis united states of america asim munir