Pakistan News:  પદથી હટાવ્યા તો મારી પત્નીના વિરુદ્ધ થઈ ગયા... પાકના પૂર્વ PMએ અસીમ મુનીર પર લગાવ્યા આરોપ

05 June, 2025 06:57 AM IST  |  Pakistan | Gujarati Mid-day Online Correspondent

Pakistan News: ઈમરાન ખાને કહ્યું- પાકિસ્તાનનો ઈતિહાસ જોવામાં આવે તો ક્યારેય મારી પત્નીને વ્યક્તિગત પ્રતિશોધ માટે નિશાન બનાવવામાં આવી નથી

ઈમરાન ખાનની ફાઇલ તસવીર

પાકિસ્તાન (Pakistan News)ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા ચોંકવાનાર દાવો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને આઈએસઆઈના મહાનિર્દેશકનાં પદ પરથી જ્યારે હટાવ્યા ત્યારબાદ તેઓ તેમની પત્ની બુશરા બીબીના વિરુદ્ધ થઈ ગઈ હતા.

Pakistan News: ઈમરાન ખાન અલગ-અલગ કેસને લઈને લગભગ બે વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેઓએ વારંવાર આરોપ લગાડ્યા છે કે પાકિસ્તાની સેના, ખાસ કરીને જનરલ અસીમ મુનીરે તેઓને અને તેમની પાર્ટી- પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફને દબાવવા માટે રાજકીય બદલો લેવાનું કાવતરું શરૂ કર્યું છે.

આ વિષે ચોંકાવનારા ખુલાસા કરતાં તેમણે કહ્યું હતું કે-`જ્યારે મેં આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ પદેથી જનરલ અસીમ મુનીરને હટાવ્યા ત્યારે તેઓ આ મુદ્દે ચર્ચા કરવા માટે વચેટિયાઓ દ્વારા મારી પત્ની બુશરા બીબીનો સંપર્ક કરવા માંગતા હતા.

ઈમરાન ખાન દ્વારા સોમવારે એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, બુશરા બીબીએ સ્પષ્ટ રીતે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેને આવી બાબતો સાથે કોઈ લેવાદેવા નથી અને તે પોતે તેઓ સાથે મળવા માંગતી નથી"

બુશરા બીબીની 14 મહિનાની અન્યાયી કેદ અને ત્યાંના ખેદજનક અમાનવીય વર્તન પાછળ જનરલ અસીમ મુનીરનો બદલો લેવાનો સ્વભાવ (Pakistan News) હોવાની વાત કરતાં જ ખળભળાટ મચ્યો છે. ઈમરાન ખાનનું કહેવું છે કે જ્યારે તેઓને પદ પરથી હટાવ્યા ત્યારથી જ જનરલ મુનીરનો તેમના પ્રત્યેનો ગુસ્સો સપસ્થપણે દેખાતો થઈ ગયો હતો. જનરલ અસીમ મુનીરના આ બદલો લેવાના વલણને કારણે બુશરા બીબીને 14 મહિનાની અન્યાયી કેદ અને અમાનવીય વ્યવહારનો સામનો કરવો પડ્યો.

તેઓએ આગળ લખ્યું કે - પાકિસ્તાનનો ઈતિહાસ જોવામાં આવે તો ક્યારેય મારી પત્નીને વ્યક્તિગત પ્રતિશોધ માટે નિશાન બનાવવામાં આવી નથી. સરમુખત્યારશાહી દરમિયાન પણ નહીં. તેમના પર આરોપો મૂકવામાં આવ્યા હતા, જેના માટે આજ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. ખોટા કેસોમાં એકાએક તેની ધરપકડ કરવામાં આવી. તે એક ગૃહિણી છે અને તેને પોલિટીક્સ સાથે કોઈ લેવાદેવા નથી. ઈમરાન ખાન જણાવે છે કે તેમને છેલ્લા ચાર અઠવાડિયાથી તેમની પત્નીને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે જેલના નિયમો અનુસાર તેમને 1 જૂનના રોજ બુશરા બીબીને મળવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ કોર્ટના આદેશ છતાં બેઠક રદ રખાઇ.

ઈમરાન ખાને (Pakistan News) 9 મે, 2023ની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે જે દિવસે પાકિસ્તાનમાં સૈન્ય મથકો પર હુમલા થયા હતા, તે એક પૂર્વ આયોજિત ષડયંત્ર હતું. આ બધું `લંડન પ્લાન’નો જ ભાગ હતો, જેનો હેતુ માત્ર પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફને ખતમ કરવાનો હતો.

international news world news imran khan isi pakistan