Imran Khan: ધરપકડથી ભલે બચી ગયા પણ શહબાજ સરકારનું આ પગલું ઈમરાન ખાનને પડશે ભારે

06 March, 2023 09:31 AM IST  |  Lahore | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ પીએમ ઈમરાન ખાન(Imran Khan)ના જમન પાર્ક સ્થિત ઘરે પોલીસ પહોંચી હતી પરંતુ તેમની ધરપકડ થઈ શકી નહી. આ સાથે જ શહબાજ સકરારને તેમના વિરુદ્ધ એક મોટુ પગલું લીધું છે.

ઈમરાન ખાન

પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ પીએમ ઈમરાન ખાન(Imran Khan)ના જમન પાર્ક સ્થિત ઘરે ગત રોજ એટલે કે 5 માર્ચે પોલીસ પહોંચી હતી પરંતુ તેમની ધરપકડ થઈ શકી નહી. ઈમરાન ખાનના ઘરની બહાર તેમની પાર્ટી PTIની કાર્યકરે ભારે સંખ્યામાં ઉપસ્થિત હતા. એવામાં ઈમરાન ખાન ધરપકડથી તો બચી ગયા પણ શહબાજ શરીફ સરકારે વધુ તેમના વિરુદ્ધ એક પગલું લીધું છે, જેનાથી તે બચી શકશે નહીં. પાકિસ્તાનની શહબાજ સરકારે ઈમરાન ખાનના ભાષણો Imran Khan Speech)પર પ્રતિબંઘ મુક્યો છે. મીડિયા ઓથોરિટીને આ અંગે આદેશ આપવામાં આવ્યો છે. ઈમરાન ખાન પર ભડકાઉ ભાષણ આપવાનો આક્ષેપ છે. 

ઈમરાન ખાનના ભાષણો પર કેમ પ્રતિબંધ?

પાકિસ્તાનમાં ઈલેક્ટ્રોનિક મીડિયા પર દેખરેખ રાખતી સંસ્થાએ ટીવી ચેનલો પર પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના લાઈવ અને રેકોર્ડ કરેલા ભાષણો(Imran Khan Speech)ના પ્રસારણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા કંટ્રોલ ઓથોરિટી (PEMRA) એ કહ્યું કે ઈમરાન ખાને પોતાના ભાષણોમાં અધિકારીઓ અને સરકારી સંસ્થાઓ સામે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા, પાયાવિહોણા આરોપો લગાવ્યા અને નફરત ફેલાવી.    

આ પણ વાંચો: ઇમરાન ખાન હવે ઇમરાન હાશ્મી બની ગયો છે

ઈમરાનનું ઉશ્કેરણીજનક નિવેદન!

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડાએ લાહોરના જમાન પાર્કમાં પોતાના ઘરની બહાર પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ ક્યારેય કોઈ વ્યક્તિ કે સંસ્થા સામે ઝૂક્યા નથી. આ પછી ઈમરાને શાહબાઝ શરીફ સરકાર અને તેના નેતાઓ પર પણ નિશાન સાધ્યું.

આ પણ વાંચો: Georgia:અમેરિકામાં હાઉસ પાર્ટીમાં ફાયરિંગ, 100 યુવાનો હતા સામેલ, 2ના મોત

ઈમરાન ધરપકડમાંથી કેવી રીતે બચ્યો?

ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન સરકારના નેતાઓએ વિદેશમાં પોતાની મિલકતો જમા કરાવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ (નિવૃત્ત) કમર જાવેદ બાજવાએ તેમને કાયદાકીય મામલામાં રક્ષણ આપ્યું છે. તોશાખાના કેસના આરોપી ઈમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી હતી, પરંતુ તે 7 માર્ચે કોર્ટમાં હાજર થવાનું ટાંકીને ફરાર થઈ ગયા હતા.

world news imran khan international news