25 December, 2024 09:46 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય સોશિયલ મીડિયા)
દુનિયાભરના અનેક દેશોમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ સાથે હવે ભારતના પાડોશી પાકિસ્તાન (Pakistan Attack Afghanistan) પણ હવે યુદ્ધમાં સામેલ થાય એવી પરિસસ્થિતિ નિર્માણ થઈ છે. કારણ કે પાકિસ્તાન એરફોર્સે મંગળવારે રાત્રે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાને કહ્યું છે કે તેણે આતંકી સંગઠન TTPના અડ્ડાઓને નિશાન બનાવીને આ હુમલા કર્યા છે. તે જ સમયે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાન સામે આ બાબતે સખત નારાજગી વ્યક્ત કરી છે અને દાવો કર્યો છે કે હુમલામાં નાગરિકો માર્યા ગયા છે. અફઘાનની તાલિબાન સરકારે આ હુમલાઓનો બદલો લેવાની વાત કરી છે અને સરહદ પર હલચલ પણ વધારી દીધી છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન સરહદ પર ટેન્ક અને અન્ય ખતરનાક હથિયારોની તહેનાતી વધારી દીધી છે.
કાબુલ ફ્રન્ટલાઈને (Pakistan Attack Afghanistan) અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે તાલિબાન સરકારે સરહદી વિસ્તારોમાં ભારે હથિયારો તહેનાત કર્યા છે. ભારે અને વિમાન વિરોધી હથિયારો સરહદ તરફ મોકલવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી મુહમ્મદ યાકુબ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપ્યા બાદ હથિયારોની તહેનાતી કરવામાં આવી રહી છે. યાકુબ મુજાહિદે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાનના હવાઈ હુમલાને નજરઅંદાજ કરવામાં આવશે નહીં અને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં અફઘાન તાલિબાન (Pakistan Attack Afghanistan) તરફથી આકરી પ્રતિક્રિયા આવી શકે છે. તાલિબાનનો એક વર્ગ એવું પણ માને છે કે પાકિસ્તાન સામે કડક જવાબી કાર્યવાહી વધુ હુમલાઓથી બચવા માટે કામ કરી શકે છે. જેના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પર તણાવ વધી ગયો છે. હાલમાં દુનિયાની નજર અફઘાન તાલિબાનના આગામી પગલા પર ટકેલી છે.
પાકિસ્તાની સેનાએ મંગળવારે રાત્રે દક્ષિણ વઝીરિસ્તાન (Pakistan Attack Afghanistan) નજીક પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં હુમલો કર્યો હતો. પાકિસ્તાનનું કહેવું છે કે તેની સેનાએ ટીટીપી (તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના સ્થાનો પર હુમલા કર્યા છે, જે પાકિસ્તાનમાં વારંવાર આતંકવાદી હુમલાઓ કરી રહી છે અને અફઘાનિસ્તાનમાં આશ્રય શોધી રહી છે. આ હવાઈ હુમલાઓ પાકિસ્તાની સેનાના અજમ-એ-ઈસ્તિકમ ઓપરેશનનો એક ભાગ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું છે કે આ હુમલાઓમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા શરણાર્થીઓ માર્યા ગયા હતા, જેને સહન કરી શકાય તેમ નથી. ઇસ્લામાબાદ (Pakistan Attack Afghanistan) સ્થિત એક સુરક્ષા વિશ્લેષકે જણાવ્યું છે કે પાકિસ્તાની વાયુસેનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનમાં TTPના લક્ષ્યો પર ઓછામાં ઓછા ચાર હવાઈ હુમલા કર્યા છે, જેમાં આ વર્ષે માર્ચમાં એક હુમલાનો સમાવેશ થાય છે.