મૂર્તિ મળી, જ્યારે તપાસ કરી તો સામે આવ્યું ચોંકાવનારું સત્ય

22 May, 2019 04:19 PM IST  |  મુંબઈ

મૂર્તિ મળી, જ્યારે તપાસ કરી તો સામે આવ્યું ચોંકાવનારું સત્ય

મૂર્તિ મળી, જ્યારે તપાસ કરી તો સામે આવ્યું ચોંકાવનારું સત્ય

ચીનમાં વૈજ્ઞાનિકોએ જ્યારે એક મમીની તપાસ કરી તો તે ઓ દંગ રહી ગયા. ખરેખર તે કોઈ મમી નહોતું પરંતુ સાધનામાં લીન એક બૌદ્ધ ભિક્ષુનો મૃતદેહ હતો. તેમના શબને લેપમાં લપેટીને સાધના કરતા હોય તેવા આસનમાં રાખી દેવામાં આવ્યું હતું. આ મૂર્તિ એટલી જૂની થઈ ચુકી હતી કે તેને જોઈને કોઈપણ ન કહે કે તે કોઈ મમી હશે. વૈજ્ઞાનિકોએ જ્યારે તેને સ્કેન કરી ત્યારે તેમાં હાડકાઓ જોવા મળ્યા. જે બાદ તપાસને આગળ વધારવામાં આવી.  જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ નવી નવી વસ્તુઓ સામે આવતી ગઈ. એક પછી એક રહસ્ય પરથી પડદો ઉઠવા લાગ્યો. વાંચો અને જાણો શું હતું તેનું રહસ્ય.

એક હજાર વર્ષ જૂની પ્રતિમા
ચીનમાં વૈજ્ઞાનિકોને એક એવા બૌદ્ધ ભિક્ષુની પ્રતિમા મળી આવી છે જેના શરીર પર હોલીવુડની ફિલ્મ મમીની જેમ અવશેષો લાગેસા હતા. આ બૌદ્ધ ભિક્ષુ એક હજાર વર્ષ જૂની પ્રતિમાની અંદર સમાધિની અવસ્થામાં હતા. જ્યારે આ પ્રતિમા કાઢવામં આવી તે બાદ વૈજ્ઞાનિકોએ તેને સ્કેન કરી અને તેની તપાસ કરવામાં આવી.

તપાસમાં શું સામે આવ્યું?
તપાસમાં સામે આવ્યું કે મમીમાં એક વ્યક્તિના હાડકાઓ સ્પષ્ટ રૂપે જોવા મળી રહ્યા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે આ મમીને ઝાંગના અવશેષ- પૈટ્રિઆર્ક જાંગયોંગ અને લિઉક્વાન ઝાંગોંગના નામથી જાણવામાં આવતા હતા. આ મમી ચીનના મેડિટેશન સ્કૂલના હતા અને તેમની મોત 1100ADની આસપાસ થયું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મમીને જોઈને એવું નથી લાગતુ કે તેમણે આત્મ-મમીકરણ કર્યું હશે. કેટલાક લોકોએ આ ભિક્ષુને લેપ લગાવીને સુરક્ષિત કર્યા. તેમને શરીર પર લેપ લગાવવાનો હેતુ તેમને શરીરને સુરક્ષિત રાખવાનો અને તેમને જીવિત બુદ્ધ બનાવવાનો હતો.

શું છે પ્રક્રિયા?
આ પ્રક્રિયામાં પહેલા 1, 000 દિવસો સુધી ભિક્ષુને નટ, બીજ અને જાંબુને છોડીને તમામ ભોજન બંધ કરી દેવામાં આવે છે. જે બાદ 1, 000 દિવસોમાં તેમને ઉરૂશીના વૃક્ષતી બનેલી ઝેરીલી ચાનું સેવન કરતા પહેલા છાલ અને જડનો આહાર આપવામાં આવે છે. જેના કારણે મૃત્યુ બાદ શરીરને ક્ષીણ થતું રોકવામાં મદદ મળે છે. તે બાદ છ વર્ષ પછી સાધુને એક નાના પથ્થ સાથે મકબરામા હવાની નળી અને ઘંટી સાથે બંધ કરી દેવામાં આવતા હતા. તેઓ પદ્માસનમાં ત્યાં સુધી ધ્યાન કરતા જ્યાં સુધી તેમનું મોત ન થઈ જાય. જ્યારે ઘંટી વાગવાની બંધ થઈ જાય. બુદ્ધ બનતા પહેલા મકબરાને સીલ કરી દેવામાં આવે. વર્ષ 2015માં પ્રતિમાની અંદરથી નમૂના લેવામાં આવ્યા હતા. કેટલાક બૌદ્ધોનું માનવું છે કે આ પ્રકારના મમી મૃત નથી પરંતુ ધ્યાનની એક ઉન્નત સ્થિતિમાં છે.

અભ્યાસમાં સામે આવ્યું તારણ
વૈજ્ઞાનિકોના અભ્યાસમાં એ વાત સામે આવી કે આ ભિક્ષુનું મોત 37 વર્ષની ઉંમરમાં થઈ ગયું હતું અને તેમને શરીરીમાં બીમારી કે લાંબા સમય સુધી સંયમના લક્ષણ જોવા મળ્યા હતા. માનવામાં આવે છે કે આ ઝાંગના અવશેષ છે. હાલ આ દિશામાં વધારે તપાસ કરવામાં આવી રહી છે.

world news