માઇક્રોસૉફ્ટનો ઓપનએઆઇ લીડરશિપ પર વધુ કન્ટ્રોલ : મસ્ક

18 May, 2023 12:18 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

આ એઆઇ રિસર્ચ કંપનીની નૉન-પ્રૉફિટ કંપની તરીકે ૨૦૧૫માં સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બે એક્ઝિક્યુટિવ્સે પ્રૉફિટ ટાર્ગેટ્સ સેટ કરતી કંપની ઓપનએઆઇ એલપી બનાવી હતી.

ઈલૉન મસ્ક (ફાઇલ તસવીર)

 ટેસ્લા અને ટ્‍‍‍‍વિટરના બૉસ ઇલૉન મસ્કે જનરેટિવ એઆઇમાં લેટેસ્ટ પ્રગતિથી નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે એક નૉન-પ્રૉફિટ કંપનીને પ્રૉફિટ માટે જ કામ કરતી કંપનીમાં ફેરવવા બદલ ચૅટજીપીટીના મેકર ઓપનએઆઇની ટીકા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઓપનએઆઇમાં અબજો ડૉલર્સનું ઇન્વેસ્ટમેન્ટ કરનાર માઇક્રોસૉફ્ટનો ઓપનએઆઇ લીડરશિપ પર વધુ કન્ટ્રોલ છે. જોકે, માઇક્રોસૉફ્ટના સીઈઓ સત્ય નડેલાએ જણાવ્યું હતું કે મસ્કના દાવાઓ હકીકતમાં ખોટા છે.  

સીએનબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં મસ્કે જણાવ્યું હતું કે ચૅટજીપીટીના મેકર ઓપનએઆઇનું તેમના કારણે જ અસ્તિત્વ છે. આ એઆઇ રિસર્ચ કંપનીની નૉન-પ્રૉફિટ કંપની તરીકે ૨૦૧૫માં સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બે એક્ઝિક્યુટિવ્સે પ્રૉફિટ ટાર્ગેટ્સ સેટ કરતી કંપની ઓપનએઆઇ એલપી બનાવી હતી. મસ્કે જણાવ્યું હતું કે તેમણે આ કંપનીના શરૂઆતના વર્ષમાં લગભગ પાંચ કરોડ ડૉલર (૪૧૧.૮૩ કરોડ રૂપિયા)નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને ભરતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘ઓપનએઆઇ’ નામ તેમના દ્વારા જ સજેસ્ટ કરવામાં આવ્યું હતું.

international news washington elon musk microsoft