મૉલદીવ્ઝમાં સંસદની ચૂંટણી પર ભારત અને ચીનની નજર : આજે પરિણામ આવશે

22 April, 2024 09:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંસદમાં બહુમત ન હોવાથી મુઇઝુને નીતિગત નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી રહી છે.

ગઈ કાલે મૉલદીવ્ઝમાં પોતાનો મત આપી રહેલા પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુ.

ભારતના પાડોશી દેશ મૉલદીવ્ઝમાં સંસદ અથવા તો મજલિસના ૯૩ મેમ્બરો ચૂંટી કાઢવા માટે ગઈ કાલે ચૂંટણી યોજાઈ હતી અને પાંચ વર્ષ માટે સરકાર ચૂંટી કાઢવા ૨.૮ લાખ લોકોએ મતદાનપ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ ચૂંટણી પ્રેસિડન્ટ માટે નથી એથી વર્તમાન પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુના પદને કોઈ અસર નહીં થાય. જોકે ચૂંટણીનાં પરિણામ એ નક્કી કરશે કે તેમની નીતિઓને આગળ વધારવા માટે તેમને રાજકીય તાકાત મળશે કે નહીં.  ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ચીનતરફી મોહમ્મદ મુઇઝુ સત્તામાં આવ્યા હતા, પણ તેમની પીપલ્સ નૅશનલ કૉન્ગ્રેસ જે ગઠબંધનનો હિસ્સો છે એ અલ્પ મતમાં છે. ભારતના સમર્થક રહેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહની મૉલ્દીવિયન ડેમોક્રેટિક પાર્ટીના ૪૧ મેમ્બર સાથે મજલિસમાં હાવી છે. સંસદમાં બહુમત ન હોવાથી મુઇઝુને નીતિગત નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ ચૂંટણીનાં પરિણામો પર ભારત અને ચીનની નજર છે.

international news maldives china