15 March, 2021 06:11 PM IST | Mumbai | Agencies
પાકિસ્તાનમાં પ્રેમની સજા હકાલપટ્ટી
પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટીએ તાજેતરમાં બે સ્ટુડન્ટ્સને યુનિવર્સિટીમાંથી કાઢી મૂક્યા હતા. કૅમ્પસમાં પરસ્પર ભેટી રહ્યાં હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ યુનિવર્સિટીએ આ પગલું લીધું હતું. વાઇરલ થયેલા વિડિયોમાં યુવતી તેનો જમણો ઘૂંટણ વાળીને જમીન પર બેઠી છે અને તેના હાથમાં ગુલાબના ફૂલનો ગુલદસ્તો પકડીને એક છોકરાને પ્રપોઝ કરી રહી છે. તેની સાથેનો છોકરો ફૂલો લઈ લે છે અને યુવતીને પોતાની પાસે ખેંચી તેને આલિંગનમાં લે છે. નજીકમાં ઊભેલા અન્ય વિદ્યાર્થીઓ હર્ષથી ચિલ્લાઈ રહેલા જોઈ શકાય છે.
ઘરેથી ભાગી ગયા બાદ પકડાઈ જતાં પાછા લાવવામાં આવેલા યુગલને ગામની પંચાયતે અનોખી સજા ફટકારી હતી. પંચાયતે એકબીજાને સ્લિપરથી મારવાની સજા બન્નેને આપી હતી. બે દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નજિબાબાદ ગામે ભરાયેલી પંચાયતે યુવકને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતી પાસે રાખડી બંધાવવા અને એક મહિના માટે ગામ છોડી જવા કહ્યું હતું. યુવકે તેને આપેલી સજાનું પાલન કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બન્ને જણ એક જ ગામમાં રહેતાં હતાં અને લગભગ વીસેક વર્ષનાં હતાં. ઉત્તર પ્રદેશમાં પંચાયત અને ખાપ એક ગોત્રમાં લગ્નની અનુમતિ નથી આપતાં. બન્ને જણ જે મોટરસાઇકલ પર પલાયન થયાં હતાં એમાં હરિદ્વાર નજીક પેટ્રોલ ખૂટી જતા પકડાયા હતાં.