સંતાનોની હત્યા કરનારા ક્રૂર પિતાને યુએસની અદાલતે 212 વર્ષની સજા ફટકારી

14 March, 2021 10:45 AM IST  |  Los Angeles

સંતાનોની હત્યા કરનારા ક્રૂર પિતાને યુએસની અદાલતે 212 વર્ષની સજા ફટકારી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના લૉસ એન્જલસની કોર્ટે એક શખસને ૨૧૨ વર્ષની સજા ફટકારી હતી, જે અત્યાર સુધીમાં કોઈ પણ આરોપીને આપવામાં આવેલી સૌથી લાંબી સજા છે. તે શખસ પર તેના ૮ વર્ષના અને ૧૩ વર્ષના બે માસૂમ બાળકોની હત્યા કરવાનો આરોપ છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આરોપીએ ૩ મિલ્યન અમેરિકન ડૉલર (આશરે ૨૨ કરોડ રૂપિયા)ના વીમાની રકમ મેળવવા માટે તેનાં બે બાળકોની હત્યા કરી નાખી અને તેને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી, પણ તે પકડાઈ ગયો હતો. આરોપીનું નામ અલી અલ્મેઝાયન છે અને તે ઇજિપ્તનો નાગરિક છે. આ ઘટનાની વિગત એવી છે કે ૨૦૧૫માં આરોપીએ તેની કાર ઇરાદાપૂર્વક લૉસ અૅન્જલસ બંદર પાસે પાણીમાં ડુબાડી દીધી હતી. કારમાં તેની સાથે તેની ભૂતપૂર્વ પત્ની અને બન્ને બાળકો હતાં. પાણીમાં કાર ડૂબી ગયા બાદ તે તરીને બહાર આવતો રહ્યો અને પત્ની-બાળકોને ત્યાં જ છોડી દીધાં. બન્ને બાળકો કારની સીટની વચ્ચે ફસાઈ ગયાં હતાં આથી તેમને નહોતાં બચાવી શકાયાં. જોકે આરોપીની ભૂતપૂર્વ પત્નીને એક માછીમારે બચાવી લીધી હતી.

los angeles international news