કિંગ ચાર્લ્સ-3 બન્યા બ્રિટેનના નવા સમ્રાટ, સેંટ જેમ્સ પૅલેસમાં થયો રાજ્યાભિષેક

10 September, 2022 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવા સંબંધી જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

બ્રિટેનને નવા સમ્રાટ મળી ગયા છે. કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનના નવા સમ્રાટ હશે. કિંગ ચાર્લ્સ-3ની બ્રિટેનના નવા સમ્રાટ તરીકે તાજપોશી થઈ ગઈ છે. શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવા સંબંધી જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી છે.

લંડનના સેંટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ના રાજ્યાભિષેક સાથે જોડાયેલી બધી જ ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી છે. કિંગ ચાર્લ્સ-3ના રાજ્યાભિષેક બાદ સમારોહમાં હાજર નવા લોકોએ પોતાના નવા સમ્રાટનું અભિવાદન કર્યું. લંડનના સેંટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમનું ટેલીવિઝન પર સીધું પ્રસારણ કરવામાં આવ્યું.

કિંગ ચાર્લ્સ-3ના રાજ્યાભિષેકની સાથે જ બ્રિટેનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે બ્રિટેનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. બ્રિટેનનું રાષ્ટ્રગાન બદલાશે અને આની સાથે જ હવે પ્રિન્સ ઑફ વેલ્સ પણ બદલાઈ જશે. હવે કિંગ ચાર્લ્સ-3 રાજનૈતિક મામલે પોતાની કોઈ ટિપ્પણી નહીં કરી શકે.

બ્રિટેનના નવા સમ્રાટ કિંગ ચાર્લ્સને હવે વોટર કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂરિયાત નહીં રહે. પ્રિવી કાઉન્સિલે ઔપચારિક રીતે કિંગ ચાર્લ્સને બ્રિટેનના નવા કિંગ જાહેર કર્યા છે. કિંગ ચાર્લ્સ-3નું રાજ્યાભિષેક થતા પહેલા તેમની વડાપ્રધાન લિઝ ટ્રસ સાથે પણ મુલાકાત થઈ.

આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન લિઝ ટ્રસ સાથે જ પૂર્વ વડાપ્રધાન બૉરિસ જૉનસન પણ હાજર હતા. નોંધનીય છે કે બ્રિટેનના નવા સમ્રાટ કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનની મહારાણી રહી ચૂકેલા એલિઝાબેથ-2ના મોટા દીકરા છે. મહારાણી એલિઝાબેથનું તાજેતરમાં જ નિધન થયું હતું.

મહારાણી એલિઝાબેથના નિધન બાદ પ્રિન્સ ઑફ વેલ્સ રહી ચૂકેલા ચાર્લ્સને આગામી કિંગ જાહેર કરવામાં આવ્યા હતા. હવે લંડનના સેંટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમમાં ઑફિશિયલ રીતે કિંગ ચાર્લ્સ-3ની બ્રિટેનના નવા સમ્રાટ તરીકે તાજપોશી થઈ છે.

international news great britain queen elizabeth ii prince charles