05 October, 2025 08:30 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
સાને તાકાઇચી
જપાનનાં આયર્ન લેડીના નામે જાણીતાં સાને તાકાઇચીએ લિબરલ ડેમોક્રૅટિક પાર્ટી (LDP)ના અધ્યક્ષપદની ચૂંટણી જીતી લીધી છે. એને કારણે એવી શક્યતાઓ છે કે સાને તાકાઇચી જ નેક્સ્ટ વડા પ્રધાનનું પદ સંભાળશે.
જો આમ થશે તો ઇતિહાસમાં પહેલી વાર જપાનમાં એક મહિલા વડા પ્રધાનનું પદ સંભાળશે.
સાને તાકાઇચીએ સત્તારૂઢ પાર્ટીના અધ્યક્ષપદ માટે ભૂતપૂર્વ વડા પ્રધાન જુનિચિરો કોઇઝુમીના દીકરા અને પર્યાવરણપ્રધાન શિંજિરો કોઇઝુમીને હરાવ્યા હતા.
તાકાઇચી આ પહેલાં પણ જપાનની રાજનીતિક વ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા પર રહી ચૂક્યાં છે.