ભારતને ધમકી આપનાર વધુ એક મૌલાના આતંકવાદીનું મૃત્યુ, શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

04 June, 2025 06:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તેણે ભારત પર હુમલો કરવાની અને દેશને અનેક વિસ્તારોમાં વિભાજીત કરવાની ધમકી આપી હતી. ઑપરેશન સિંદૂર હેઠળ ભારતે જે શહેરોમાં હુમલો કર્યો હતો. તેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય કાર્યાલય પણ હતું. આવી સ્થિતિમાં, ઑપરેશન સિંદૂર પછી અઝીઝ નારાજ હતો.

જૈશ-એ-મોહમ્મદ (JeM) નો કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ ઇસર (તસવીર: X)

પાકિસ્તાનમાં શરણ લેતા આતંકવાદીઓની અજાણી વ્યક્તિ દ્વારા મારી નાખવાની અનેક ઘટનાઓ સામે આવી છે. હવે તાજેતરમાં પણ વધુ એક આતંકવાદી મૃત હાલતમાં મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મૌલાના આતંકવાદી ભારતે કરેલા ઓપેરેશન સિંદૂર બાદ ભારતને ધમકીઓ આપતો હતો.

પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (JeM) નો કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ ઇસરનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. સોમવારે પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશનો આતંકવાદી અઝીઝ રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે અઝીઝના મૃત્યુના અહેવાલ આપ્યા છે. અઝીઝને તેના વતન ગામ નૂર અશરફવાલામાં દફનાવવામાં આવશે. અઝીઝનું મૃત્યુ કેવી રીતે થયું તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું મૃત્યુ હાર્ટ ઍટેકથી થયું હોવાની આશંકા છે. અઝીઝ ભારત વિરોધી વલણ માટે જાણીતો હતો. ઑપરેશન સિંદૂર પછી પણ તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.

પાકિસ્તાની અધિકારીઓએ હજી સુધી અઝીઝના મૃત્યુનો સત્તાવાર રીતે જાહેરાત કરી તે તેનો સ્વીકાર કર્યો નથી. મૌલાના અબ્દુલ અઝીઝે ગયા મહિને ભારતને ધમકી આપીને હેડલાઇન્સ બનાવી હતી. તેણે ભારત પર હુમલો કરવાની અને દેશને અનેક વિસ્તારોમાં વિભાજીત કરવાની ધમકી આપી હતી. ઑપરેશન સિંદૂર હેઠળ ભારતે જે શહેરોમાં હુમલો કર્યો હતો. તેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય કાર્યાલય પણ હતું. આવી સ્થિતિમાં, ઑપરેશન સિંદૂર પછી અઝીઝ નારાજ હતો.

અબ્દુલ અઝીઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભાક્કર જિલ્લાના અશરફવાલનો રહેવાસી હતો. તે લાંબા સમયથી જૈશ સાથે સંકળાયેલો હતો અને જૂથના ટોચના આતંકવાદીઓમાંનો એક હતો. તેને ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. મૌલાના અઝીઝના મૃત્યુને જૈશ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાનના મીડિયા, સેના અને સરકારમાં તેના મૃત્યુ અંગે મૌન જાળવી રાખ્યું છે છે.

ફેબ્રુઆરીમાં પણ બનાવ

ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો કરવામાં આવ્યો છે એવો અનેક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના રાજકીય વિંગના વડા મૌલાના કાશિફ અલીની 17 ફેબ્રુઆરી, 2025 સોમવારના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબીમાં બની હતી. અજાણ્યા બંદૂકધારીઓએ કાશિફ અલીના ઘર પર હુમલો કર્યો હતો. કાશિફ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો સાળો પણ હતો. મૌલાના કાશિફના સંબંધીઓએ આ વાતનું પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તેમને વિસ્તારમાં કોઈ સાથે દુશ્મનાવટ નહોતી અને હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. જિલ્લા પોલીસ અધિકારી અઝહર ખાને જણાવ્યું હતું કે આ મામલે હકીકતો જાણવા માટે તપાસ ચાલી રહી છે. કાશિફની પત્નીએ આ અંગે FIR પણ નોંધાવી છે. એવો આરોપ છે કે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેના પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

pakistan jihad jaish e mohammad indian government international news islamabad operation sindoor