જૈશ-એ-મોહમ્મદે `મહિલા બ્રિગેડ` બનાવી! ભારતમાં ભરતી માટે ઑનલાઇન નેટવર્ક સક્રિય

09 October, 2025 08:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Jaish-e-Mohammad Forms Women`s Brigade: ઑપરેશન સિંદૂરમાં ભારત દ્વારા હાર બાદ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ વ્યથિત છે. ગયા મે મહિનામાં, ભારતે આ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

મસૂદ અઝહર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ઑપરેશન સિંદૂરમાં ભારત દ્વારા હાર બાદ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ વ્યથિત છે. ગયા મે મહિનામાં, ભારતે આ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો, જેમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક પણ સામેલ હતું. હવે, એક અહેવાલમાં ખુલાસો થયો છે કે જૈશના આતંકવાદીઓ ભારત વિરુદ્ધ એક નવું ષડયંત્ર રચી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જૈશના પરિપત્રમાં સંગઠનના સંદેશાઓને ધાર્મિક રંગ આપવા માટે મક્કા અને મદીનાની છબીઓ દર્શાવવામાં આવી છે. તેમાં શિક્ષિત અને શહેરી મુસ્લિમ મહિલાઓને આકર્ષવા માટે ભાવનાત્મક સંદેશાઓ પણ છે. ગુપ્તચર સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે `જમાત અલ-મુમિનત` એ જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ છે, જે સાઈકોલીજીકલ વૉરફેર અને ગ્રાઉન્ડ લેવલ ભરતીમાં રોકાયેલી છે. આ જૂથ જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં ઑનલાઈન નેટવર્ક દ્વારા કાર્યરત છે.

અહેવાલ મુજબ, જૈશ-એ-મોહમ્મદ (JeM) હવે એક મહિલા બ્રિગેડ બનાવી રહ્યું છે. 2024 પછી મહિલાઓમાં પોતાનો પ્રભાવ વધારવાના ઉદ્દેશ્યથી, જૈશે "જમાત અલ-મુમિનત" નામની એક મહિલા બ્રિગેડ બનાવી છે. મળતી માહિતી મુજબ, આ જૂથનો ઉલ્લેખ એક પરિપત્રમાં કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ મહિલા સભ્યોની ભરતી અને તેમને પ્રભાવિત કરવા માટે થઈ રહ્યો છે.

`જમાત અલ-મુમિનત` શું છે?
ગુપ્તચર સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે `જમાત અલ-મુમિનત` એ જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ છે, જે સાઈકોલીજીકલ વૉરફેર અને ગ્રાઉન્ડ લેવલ ભરતીમાં રોકાયેલી છે. આ જૂથ જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં ઑનલાઈન નેટવર્ક દ્વારા કાર્યરત છે. તેનું મિશન સાચા ધર્મના નામે મહિલાઓનું બ્રેઇન વૉશ કરવાનું છે.

જૈશના નેતાઓ કેવી રીતે કાવતરું ઘડી રહ્યા છે?
સૂત્રોએ જણાવ્યું હતું કે જૈશના પરિપત્રમાં સંગઠનના સંદેશાઓને ધાર્મિક રંગ આપવા માટે મક્કા અને મદીનાની છબીઓ દર્શાવવામાં આવી છે. તેમાં શિક્ષિત અને શહેરી મુસ્લિમ મહિલાઓને આકર્ષવા માટે ભાવનાત્મક સંદેશાઓ પણ છે. સૂત્રો કહે છે કે, જૈશ-એ-મોહમ્મદની જેમ, જમાત અલ-મુમિનત પણ સેલ-આધારિત સ્ટ્રક્ચર પર કાર્ય કરે છે. તેના વિવિધ જૂથો મહિલાઓની ભરતી કરવા, ભંડોળ એકત્ર કરવા અને સંદેશાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયા અને મદરેસાના નેટવર્કનો ઉપયોગ કરે છે. પરિપત્રના પાકિસ્તાની જોડાણના નક્કર પુરાવા પણ મળી આવ્યા છે.

તાજેતરમાં, જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસે કહ્યું છે કે ભારતના હુમલામાં મસૂદ અઝહરનો આખો પરિવાર માર્યો ગયો છે. જો કે ભારતે 6-7 મેની રાત્રે જ્યારે ઑપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે કહ્યું હતું કે મસૂદ અઝહરનો આખો પરિવાર અને ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે, પરંતુ હવે જૈશ-એ-મોહમ્મદે પણ આ વાત સ્વીકારી લીધી છે. 

pakistan jaish e mohammad Pakistan occupied Kashmir Pok operation sindoor Pahalgam Terror Attack terror attack jihad islam international news news