ચીન અને પાકિસ્તાનના ફાઇટર પ્લેન જેએફ-17નો ફિયાસ્કો

07 March, 2021 09:27 AM IST  |  Islamabad

ચીન અને પાકિસ્તાનના ફાઇટર પ્લેન જેએફ-17નો ફિયાસ્કો

ફાઇટર પ્લેન

પાકિસ્તાનનું ઓછું ખર્ચાળ, હળવું વજન ધરાવતું અને તમામ પ્રકારના હવામાનમાં બહુવિધ ભૂમિકા ભજવે તે માટે ચાઇનીઝ માળખાના આધારે તૈયાર કરવામાં આવેલું જેએફ-૧૭ ‘થન્ડર’ આધુનિક શસ્ત્રોની તુલનામાં કામગીરી અને જાળવણીના ઊંચા ખર્ચને કારણે ઇસ્લામાબાદ માટે ભારણરૂપ બની ગયું છે. ૧૯૯૯માં પાકિસ્તાન અને ચીને જેએફ-૧૭ ‘થન્ડર’ સંયુક્તપણે વિકસાવવા માટે સંધિ કરી હતી. આ ફાઇટર અૅરક્રાફ્ટના નિર્માણ પાછળનો ખર્ચ બન્ને દેશો ઉઠાવવાના હતા.

એક અહેવાલ અનુસાર આ એરક્રાફ્ટની ક્ષમતાનું તેમાં વપરાયેલાં એન્જિન, શસ્ત્રો અને એવિયોનિક્સના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને મોટા ભાગનાં ક્ષેત્રોમાં તેને નિષ્ફળતા સાંપડી છે.

islamabad pakistan china international news