યુદ્ધ મધ્યસતીની બેઠકમાં ગયેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન પડી ગયા, વીડિયો વાયરલ

30 March, 2026 03:33 PM IST  |  Islamabad | Gujarati Mid-day Online Correspondent

આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ પ્રધાનોની બેઠક ઇસ્લામાબાદમાં યોજાઈ રહી હતી. આ બેઠક ઈરાનને લગતા ચાલી રહેલા તણાવને ઓછો કરવા અને સંભવિત સંઘર્ષોને રોકવા માટેના વ્યાપક પ્રયાસોનો એક ભાગ હતી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ અને પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન, ઇશાક ડાર (તસવીર: સોશિયલ મીડિયા)

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન, ઇશાક ડારને ઇસ્લામાબાદમાં એક સત્તાવાર કાર્યક્રમ ડારમિયાન પડી જવાથી ઇજાઓ થઈ હતી. તેમના ખભામાં ફ્રૅક્ચર થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ઇરાન સાથેના તણાવને ઓછો કરવાના હેતુથી પ્રાદેશિક રાજદ્વારી પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. આ ઘટના રવિવાર, 29 માર્ચના રોજ ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં બની હતી. ઇશાક ડાર ઇજિપ્તના વિદેશ પ્રધાન, બદ્ર અબ્દેલટ્ટીનું સ્વાગત કરી રહ્યા હતા. જ્યારે તેઓ ફોટો સેશન અને હાથ મિલાવવા માટે રૅડ કાર્પેટ પર આગળ ચાલ્યા ત્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા. પડી જતાં તેમના ખભા અને પગમાં ઇજાઓ થઈ. જોકે, તેમણે કાર્યક્રમ ચાલુ રાખ્યો અને તેમની સુનિશ્ચિત બેઠકોમાં ભાગ લીધો.

દીકરાએ સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી

દારના પુત્ર, અલી ડારે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અપડેટ આપી. તેણે જણાવ્યું હતું કે તેના પિતા ઈજા છતાં દિવસભર મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લીધો હતો. નેતાએ પેન કીલર દવા લઈને તેમની જવાબદારીઓ પૂર્ણ કરી. અલી ડારે સમજાવ્યું કે તમામ સત્તાવાર પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, રાત્રે 9:00 વાગ્યાની આસપાસ તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. ઍક્સ-રેમાં તેમના ખભામાં હેરલાઇન ફ્રૅક્ચર હોવાનું બહાર આવ્યું. તેમણે ઉમેર્યું કે આગામી દિવસોમાં દવા અને સાવચેતીના પગલાં દ્વારા પીડાને નિયંત્રિત કરવામાં આવશે.

પ્રધાને પ્રાદેશિક રાજદ્વારી બેઠકમાં ભાગ લીધો

આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ પ્રધાનોની બેઠક ઇસ્લામાબાદમાં યોજાઈ રહી હતી. આ બેઠક ઈરાનને લગતા ચાલી રહેલા તણાવને ઓછો કરવા અને સંભવિત સંઘર્ષોને રોકવા માટેના વ્યાપક પ્રયાસોનો એક ભાગ હતી. આ પ્રક્રિયામાં, ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે સંવાદ સ્થાપિત કરવામાં, ઇશાક ડાર મધ્યસ્થી અને મૅસેન્જરની ભૂમિકા ભજવી રહ્યા છે.

રાજકીય સફર

૭૫ વર્ષના ઇશાક ડાર પાકિસ્તાનના શાસક પક્ષ, પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના વરિષ્ઠ નેતા છે. તેમને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નજીકના સહયોગી માનવામાં આવે છે અને તેમના સંબંધી પણ છે. હાલમાં, તેઓ પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન જેવા બેવડા પોર્ટફોલિયો ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરે છે.

અહીં જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ઘટનાનો વીડિયો 

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઇશાક ડાર પડી ગયા હોવાનું જોઈ શકાય છે. જોકે, પડ્યા પછી, તેઓ ઉભા થયા, ફોટો સૅશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ ઘરે પાછા ફર્યા.

pakistan viral videos social media israel united states of america islamabad international news