હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પર ટોલ વસૂલ કરવાનું ઈરાની સંસદે મંજૂર કર્યું

25 August, 2026 12:53 PM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

રિયાલ અને ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ લેશે, બદલામાં સેફ્ટી અને ઇન્શ્યૉરન્સ આપશે

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પર ટોલ વસૂલ કરવાનું ઈરાની સંસદે મંજૂર કર્યું

ઈરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી પસાર થતાં જહાજો પાસેથી ટોલ અથવા તો ફી વસૂલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઈરાનની મેહર ન્યુઝ એજન્સીના કહેવા મુજબ જે દેશોનાં જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની અનુમતિ અપાશે તેમની પાસેથી સમુદ્રી સેવાઓના બદલામાં ટોલ લેવામાં આવશે. આ ફીના બદલામાં ઈરાન જહાજોને સમુદ્રી સુરક્ષા અને ઇન્શ્યૉરન્સ જેવી સુવિધાઓ આપશે. આ ઉપરાંત અન્ય જરૂરી સેવાઓ અને ખાસ પરિ‌સ્થિતિમાં જરૂરી ઈંધણ પણ પૂરું પાડશે. જોકે આ ટોલની ચુકવણી ઈરાની રિયાલ અથવા ઈરાનની પસંદગીની બીજી ક્રિપ્ટોકરન્સીમાં કરી શકાશે. 
ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા-પ્રમુખ મોહસિન રેજાઈએ ધમકી આપતાં કહ્યું હતું કે ‘જો અમેરિકાનું આર્થિક દબાણ ચાલુ રહ્યું તો ઈરાન આ વિસ્તારમાંથી તેલની એક બુંદ પણ બહાર નહીં જવા દે. જે દેશ આ પ્રેશરમાં આવીને અમેરિકાને સાથ આપશે એમનાં આર્થિક હિતો પર પણ અમે નિશાન સાધીશું.’

ઈરાન સાથે આર્થિક યુદ્ધની જાહેરાત

અમેરિકાના નાણાપ્રધાન સ્કૉટ બેસન્ટે કહ્યું હતું કે ‘ટ્રમ્પ સરકાર અને ઈરાન વચ્ચેનું આર્થિક યુદ્ધ હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકાનું ધ્યેય ઈરાનની કમાણીના સૌથી મોટા રસ્તાને બંધ કરવાનું છે.’ 

iran hormuz strait parliament news international news world news