ઈરાને ઈઝરાયેલ પર કર્યો ઘાતક હુમલો, છોડ્યા ૩૦૦ ડ્રોન્સ અને મિસાઇલ્સ

14 April, 2024 11:01 AM IST  |  Tel Aviv | Gujarati Mid-day Online Correspondent

ઈરાને ઈઝરાયેલ (Iran-Israel Conflict) પર ઘાતક હુમલો કર્યો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ડઝનબંધ મિસાઈલો અને ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર: મિડ-ડે

ઈરાને ઈઝરાયેલ (Iran-Israel Conflict) પર ઘાતક હુમલો કર્યો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ડઝનબંધ મિસાઈલો અને ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. આ હુમલાથી સમગ્ર વિશ્વ ઍલર્ટ પર છે. ઈરાને આ હુમલાને ઑપરેશન `ટ્રુ પ્રોમિસ` નામ આપ્યું છે. ઈરાનનું કહેવું છે કે આ હુમલો ઈઝરાયેલના ગુનાઓની સજા છે. હકીકતમાં સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ (Iran-Israel Conflict) પર થયેલા હુમલામાં ઈરાની સૈન્ય કમાન્ડર માર્યા ગયા હતા. ઇઝરાયેલ પર હુમલાનો આરોપ હતો, જોકે તેમણે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઈરાને ધમકી આપી હતી કે તે બદલો લેશે. અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે ઈરાન જલદીથી હુમલો કરી શકે છે.

ઈરાને શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર 150 ક્રુઝ મિસાઈલ અને 200 ડ્રોન (Iran-Israel Conflict) વડે હુમલો કર્યો હતો. ઈરાન પણ ઈઝરાયેલના વળતા હુમલાથી ડરે છે, જેના કારણે તેણે અન્ય દેશોને ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો કોઈ દેશ ઈઝરાયેલને હુમલા માટે તેની એરસ્પેસ આપશે તો ઈરાન તેને પણ નિશાન બનાવશે. કારણ કે ડ્રોનની સ્પીડ મિસાઈલ કરતા ઓછી છે, તેથી જ ઈઝરાયેલ સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો છે. એએફપીના અહેવાલ મુજબ, યુએસ આર્મી ઈઝરાયેલને નિશાન બનાવીને લૉન્ચ કરાયેલા ઈરાની ડ્રોનને તોડી પાડી રહી છે. ઈઝરાયેલની આયર્ન ડોન સંરક્ષણ પ્રણાલી પણ સક્રિય થઈ ગઈ છે જે મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે.

હુમલા બાદ અમેરિકા ઍલર્ટ પર

ઈરાન દ્વારા આ હુમલો અચાનક નથી થયો. અમેરિકા અને ઈઝરાયેલને પહેલાથી જ આ હુમલાનો અંદાજ હતો. અમેરિકન સેના પહેલાથી જ ઍલર્ટ પર હતી. તેણે ઈઝરાયેલની સુરક્ષા માટે તેના બે યુદ્ધ જહાજો તહેનાત કર્યા હતા. હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સિવાય તેમણે નેતન્યાહુ સાથે ફોન પર પણ વાત કરી છે. બિડેને ઈઝરાયેલની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુએન સેક્રેટરી જનરલ, યુકે, જર્મની અને ફ્રાન્સે હુમલાની નિંદા કરી છે. આ હુમલા બાદ ઈજિપ્ત, સાઉદી, સ્પેન, પોર્ટુગલે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને સંયમ રાખવા જણાવ્યું છે.

આકાશમાં વિસ્ફોટો જોવા મળ્યો

લેબનોનના હિઝબુલ્લાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, તેના આતંકવાદીઓએ ગોલાન હાઇટ્સના કૈલાહ બેરેક્સ વિસ્તારમાં ઇઝરાયેલી સંરક્ષણ દળો અને ઍર ડિફેન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવીને ડઝનેક રોકેટ છોડ્યા હતા. સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે 12:35 વાગ્યે 25 રોકેટ વડે હુમલો કર્યો. ઈરાની હુમલા બાદ સમગ્ર ઈઝરાયેલમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. આકાશમાં તેજસ્વી વિસ્ફોટો જોવા મળ્યા હતા. આ હુમલામાં હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર નથી.

iran israel united states of america terror attack international news