ઈરાને અમેરિકાની નાકાબંધી તોડીને ૮૫૦૦ કરોડ રૂપિયાનું ક્રૂડ તેલ નિકાસ કર્યું

24 April, 2026 09:26 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાને અમેરિકાની નાકાબંધી તોડીને ૮૫૦૦ કરોડ રૂપિયાનું ક્રૂડ તેલ નિકાસ કર્યું, ૩૪ ઈરાની ટૅન્કરોને અમેરિકા ન રોકી શક્યું

ફાઇલ તસવીર

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી લગાવી દીધી હોવા છતાં ૩૪ ઇરાની ટૅન્કરો આ નાકાબંધી ભેદવામાં સફળ રહ્યાં હતાં અને આ જહાજોએ આશરે ૯૧૦ મિલ્યન ડૉલર (આશરે ૮૫૦૦ કરોડ રૂપિયા)થી વધુનું ૧૦.૭ મિલ્યન બૅરલ તેલ નિકાસ કર્યું હતું.

ઈરાન સાથે જોડાયેલાં ઓછામાં ઓછાં ૩૪ ટૅન્કરો નાકાબંધીમાંથી પસાર થવામાં સફળ રહ્યાં છે. એક તરફ ડોનલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણપણે નિયંત્રણ ધરાવે છે અને નાકાબંધી વ્યૂહરચના જબરદસ્ત સફળ રહી છે. આમ આ અમેરિકા માટે નીચાજોણું થવા જેવી પરિસ્થિતિ છે. ૧૯ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર નીકળ્યાં હતાં અને ૧૫ અરબી સમુદ્રમાંથી અંદર આવ્યાં હતાં અને એ ઈરાનનાં બંદરો તરફ ગયાં હતાં.

international news world news iran israel united states of america hormuz strait