આ દેશમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ પર પ્રતિબંધ, લિવ-ઈન રિલેશન પણ અપરાધ

06 December, 2022 02:53 PM IST  |  Indonesia | Gujarati Mid-day Online Correspondent

ઈન્ડોનેશિયા (Indonesia)માં લગ્ન પહેલા શારીરિક સંબંધો અને લગ્ન વગર લિવ-ઈનમાં રહેવા પર હવે પ્રતિબંધ છે.

પ્રતીકાત્મક તસવીર

ઈન્ડોનેશિયા (Indonesia)માં લગ્ન પહેલા શારીરિક સંબંધો અને લગ્ન વગર લિવ-ઈનમાં રહેવા પર હવે પ્રતિબંધ છે. મંગળવારે ઇન્ડોનેશિયાની સંસદે લગ્ન પહેલાંના સેક્સ (Sex Before Marriage)અને લિવ-ઇન સંબંધો (Live In Relationship)ને અપરાધ ગણતો નવો કાયદો પસાર કર્યો હતો. ટીકાકારોએ સરકારના આ પગલાને દેશની આઝાદી માટે મોટો ફટકો ગણાવ્યો છે. અગાઉ, અધિકાર જૂથોએ સુધારાનો વિરોધ કર્યો હતો, નાગરિક સ્વતંત્રતાઓ પરના ક્રેકડાઉન અને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્રમાં કટ્ટરવાદ તરફના પરિવર્તનની નિંદા કરી હતી.

કાયદા અને માનવાધિકાર મંત્રી યાસોના લાઓલીએ જણાવ્યું હતું કે, "અમે મહત્વના મુદ્દાઓ અને વિવિધ અભિપ્રાયોને સમાયોજિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. આ ક્રિમિનલ કોડને પાછળ છોડી દેવાનો સમય છે." જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, એવી પણ શક્યતા છે કે આ નિયમ ઇન્ડોનેશિયામાં LGBTQ સમુદાય પર મોટી અસર કરી શકે છે, જ્યાં સમલૈંગિક લગ્નની મંજૂરી નથી.

આ પણ વાંચો:Texas:બોયફ્રેન્ડના ફોનમાં બીજી છોકરીનો અવાજ સાંભળી ગર્લફ્રેન્ડે તેના ઘરમાં ચાંપી આગ

કાયદા અને માનવ અધિકાર મંત્રાલયની ક્રિમિનલ કોડ બિલ પ્રસારણ ટીમના પ્રવક્તા આલ્બર્ટ એરિસે મતદાન પહેલા સુધારાનો બચાવ કરતા કહ્યું કે કાયદો લગ્નની સંસ્થાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે માત્ર પત્ની, માતા-પિતા અથવા બાળકો જ લગ્ન પહેલાના સેક્સ અને લગ્નેતર સંબંધોની જાણ કરી શકે છે. જો કે, અધિકાર જૂથોએ કાયદાને નૈતિકતાની દેખરેખ તરીકે નકારી કાઢ્યો છે.

world news indonesia