મોનિકા અમેરિકાનાં પ્રથમ સિખ મહિલા જજ બન્યાં

10 January, 2023 11:29 AM IST  |  Austin | Gujarati Mid-day Correspondent

મનપ્રીત મોનિકા સિંહે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે ‘​એક સિખ સિવિલ કોર્ટ જજ તરીકે હૅરિસ કાઉન્ટીના લોકોનું પ્રતિનિધિત્વ કરવું એ ખરેખર સન્માનની વાત છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ટેક્સસ (એ.એન.આઇ.) : દેશમાં ગઈ કાલે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હ્યુસ્ટન, ટેક્સસથી પણ ગઈ કાલે ઐતિહાસિક ઘટનાના ન્યુઝ આવ્યા હતા. ભારતીય મૂળનાં હૅરિસ કાઉન્ટી જજ મનપ્રીત મોનિકા સિંહ અમેરિકામાં પ્રથમ સિખ મહિલા જજ બન્યાં હતાં. 

મનપ્રીત મોનિકા સિંહે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે ‘​એક સિખ સિવિલ કોર્ટ જજ તરીકે હૅરિસ કાઉન્ટીના લોકોનું પ્રતિનિધિત્વ કરવું એ ખરેખર સન્માનની વાત છે. આ ઐતિહાસિક ક્ષણના નિર્માણ માટે યોગદાન આપનારા સૌનો આભાર. એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આ બાબત અસામાન્ય નહીં રહે, કેમ કે ન્યાયતંત્રમાં સિખ અને અન્ય લઘુમતી કમ્યુનિટીના અનેક લોકોનો સમાવેશ કરવામાં આવશે. હું બે દશકના મારા અનુભવના સદુપયોગ માટે તૈયાર છું.’

international news texas united states of america