ભારતીય રોકાણકારોના ફરી કરોડો રૂપિયા ડૂબ્યા, દુબઈની કંપની પૈસા લઈ રાતોરાત નાસી ગઈ

22 May, 2025 07:01 AM IST  |  Dubai | Gujarati Mid-day Online Correspondent

એક સમયે ધમધમતી ઑફિસો ખાલી છે, ફોન લાઇન બંધ છે અને ફ્લોર પર ધૂળ છવાઈ પસરી છે. "તેઓએ ચાવીઓ પરત કરી, બધું સાફ કર્યું અને ઉતાવળમાં હોય તેમ ચાલ્યા ગયા," એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું. "હવે અમારી પાસે દરરોજ લોકો તેમના વિશે પૂછવા આવે છે."

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

દુબઈ સ્થિત એક બ્રોકરેજ કંપની રાતોરાત ગાયબ થઈ ગઈ હોવાના અહેવાલ છે. આ કંપની હવે માત્ર ખાલી ઑફિસો અને લાખો દિરહામ ગુમાવવાનો દાવો કરતા રોકાણકારોને પડતી મૂકી ગઈ છે. અહેવાલ મુજબ, બિઝનેસ બે કૅપિટલ ગોલ્ડન ટાવર ખાતે આવેલી ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બ્રોકર્સની આ ખાલી ઑફિસોમાં માત્ર એક બાલટી અને કચરાપેટી પડી છે. ગયા મહિના સુધી, ગલ્ફ ફર્સ્ટ ટાવરમાં કંપની ઑફિસ 302 અને 305 માં કાર્યરત હતું, જેમાં લગભગ 40 સ્ટાફ કામ કરતો હતો. તેમનું મુખ્ય કામ ફોરેક્સ રોકાણોને પ્રોત્સાહન આપવા માટે સંભવિત ગ્રાહકોને કોલ્ડ-કોલિંગ કરવાનું હતું. હવે, એક સમયે ધમધમતી ઑફિસો ખાલી છે, ફોન લાઇન બંધ છે અને ફ્લોર પર ધૂળ છે. "તેઓએ ચાવીઓ પરત કરી, બધું સાફ કર્યું અને ઉતાવળમાં હોય તેમ ચાલ્યા ગયા," એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું. "હવે અમારી પાસે દરરોજ લોકો તેમના વિશે પૂછવા આવે છે."

આ બાબતે પીડિત લોકોમાં કેરળના એનઆરઆઇ મોહમ્મદ અને ફયાઝ પોયલનો સમાવેશ થાય છે, જેમણે કંપનીમાં 75,000 ડૉલરનું રોકાણ કર્યું હતું. “હું અહીં જવાબો શોધવા આવ્યો હતો, પણ કંઈ નથી, કોઈ નથી, માત્ર ખાલી ઑફિસો છે અમે દરેક નંબર પર ફોન કર્યો, પણ કોઈએ જવાબ આપ્યો નહીં.  એવું લાગે છે કે તેઓ ક્યારેય અસ્તિત્વમાં જ નહોતા,” ફયાઝે કહ્યું. ફયાઝે તેના રિલેશનશિપ મેનેજર દ્વારા તેને કેવી રીતે લલચાવવામાં આવ્યો તે યાદ કર્યું. “મારા રિલેશનશિપ મેનેજરે મને 1,000 ડૉલરની પ્રારંભિક ડિપોઝિટ કરવા માટે સમજાવ્યું. સમય જતાં, સરળ ટ્રેડિંગ અને વહેલા નફાના ભ્રમથી લાલચ આપીને મને વધુ રોકાણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું.” 230,000 ડૉલર ગુમાવનાર અન્ય એક પીડિતે કહ્યું કે તેને એક રિલેશનશિપ મેનેજર સોંપવામાં આવ્યો હતો જે તેની માતૃભાષા કન્નડમાં તેની સાથે વાતચીત કરતો હતો. “પ્લેટફોર્મે શરૂઆતમાં થોડો નફો દર્શાવ્યો, અને ફક્ત વિશ્વાસ બનાવવા માટે પૂરતા મેં કેટલાક પૈસા પણ ઉપાડી લીધા. પછી તેમનું દબાણ શરૂ થયું. તેઓએ નફો ઉપાડને અવરોધિત કર્યો અને વધુ ડિપોઝિટની માગણી કરતી વખતે મને જોખમી વેપાર તરફ ધકેલી દીધો.”

જેમ જેમ વધુ વિગતો બહાર આવી રહી છે તેમ તેમ રોકાણકારો આરોપ કરી રહ્યા છે કે ગલ્ફ ફર્સ્ટે સિગ્મા-વન કૅપિટલ દ્વારા રોકાણોને ભારે પ્રોત્સાહન આપ્યું છે, જે એક અનિયંત્રિત ઑનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. "તેઓ સુરક્ષિત વળતરની ખાતરી આપતા હતા," સંજીવ, એક અન્ય ભારતીય રોકાણકાર, જેમણે કહ્યું કે તેમણે આ યોજનામાં પોતાની જીવનભરની બચતનું રોકાણ કર્યું હતું. મોહમ્મદ નામના અન્ય એક રોકાણકાર, જેમણે 50,000 ડૉલર ગુમાવ્યા, તેમણે જણાવ્યું કે સ્ટાફે ગલ્ફ ફર્સ્ટ અને સિગ્મા-વન નામો એકબીજાના બદલે વાપર્યા હતા. "એવું લાગતું હતું કે તેઓ એક જ કંપની હોય," તેમણે કહ્યું. દુબઈ પોલીસે પુષ્ટિ આપી છે કે ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બ્રોકર્સ અને સિગ્મા-વન કૅપિટલ બન્ને સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે સિગ્મા-વન કૅપિટલ દુબઈ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓથોરિટી (DFSA) અથવા સિક્યોરિટીઝ એન્ડ કોમોડિટીઝ ઓથોરિટી (SCA) દ્વારા લાઇસન્સ પ્રાપ્ત નથી. "કાશ મેં તેમના ઓળખપત્રો તપાસ્યા હોત. હવે અમારી પાસે ખાલી ઑફિસો અને ખાલી બૅન્ક ખાતાઓ બાકી છે" એક રોકાણકારે શોક વ્યક્ત કર્યો. તપાસ ચાલુ છે કારણ કે વધુ રોકાણકારો સમાન ફરિયાદો સાથે આગળ આવી રહ્યા છે.

dubai finance news international news united arab emirates kerala jihad