રવિ ચૌધરીને અમેરિકન ઍર ફોર્સના અસિસ્ટન્ટ સેક્રેટરી બનાવાયા

17 March, 2023 11:56 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સેનેટે ૬૫-૨૯ મતથી ઍર ફોર્સના ભૂતપૂર્વ ઑફિસરના નૉમિનેશનને મંજૂરી આપી હતી.

રવિ ચૌધરી

વૉશિંગ્ટન : અમેરિકામાં ભારતીય મૂળના લોકોનું વર્ચસ વધી રહ્યું છે. અમેરિકન સેનેટે બુધવારે ઍર ફોર્સ માટે ​અસિસ્ટન્ટ સેક્રેટરી ઑફ ડિફેન્સ તરીકે ભારતીય અમેરિકન રવિ ચૌધરીના નામ પર મંજૂરીની મહોર મારી હતી. આ પોસ્ટ અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલયમાં ટોચની સિવિલિયન પોસ્ટ્સમાં સામેલ છે. સેનેટે ૬૫-૨૯ મતથી ઍર ફોર્સના ભૂતપૂર્વ ઑફિસરના નૉમિનેશનને મંજૂરી આપી હતી. ખાસ વાત એ છે કે વિપક્ષ રિપબ્લિકન પાર્ટીમાંથી પણ ડઝન કરતાં વધારે વોટ્સ તેમના નૉમિનેશનને મળ્યા હતા. ચૌધરી આ પહેલાં અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટના સિનિયર એક્ઝિક્યુટિવ હતા.

international news united states of america joe biden washington