06 June, 2025 06:54 AM IST | Pakistan | Gujarati Mid-day Online Correspondent
શહબાઝ શરીફ અને ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
India-Pakistan: હવે પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માટે આજીજી કરી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું છે. પાકિસ્તાની મંત્રીએ અમેરિકાના વડાપ્રધાન ડોનલ્ડ ટ્રમ્પ પાસે હાથ જોડ્યા છે. એક કાર્યક્રમને સંબોધિત કરતાં શહબાઝ શરીફે ભારત સાથેનો તણાવ દૂર કરવા માટે ટ્રમ્પની ભૂમિકા અંગે બે મોઢે વખાણ કર્યા હતા. યુદ્ધ વિરામને લઈને વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે- આ યુદ્ધ વિરામ લાંબા સમય સુધી યથાવત રહેવાનો છે. એવી તેઓએ આશા પણ વ્યકત કરી હતી.
અમેરિકાની આઝાદીની 249મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિની પ્રશંસા કરી અને યુદ્ધવિરામ માટે તેઓની મહત્વની ભૂમિકા અંગે ટ્રમ્પને શ્રેય આપ્યો હતો. શાહબાઝે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિએ એ સાબિત કરી નાખ્યું છે કે તેઓ શાંતિ અને ફાયદાકારક વેપાર સોદા પર ભાર મૂકે છે. જ્યારે બીજી બાજુ ભારતે (India-Pakistan) તો એ સ્પષ્ટ કરી દીધું છે કે યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહી નથી.
શરીફે કહ્યું કે ટ્રમ્પ એક એવી વ્યક્તિ છે કે જે યુદ્ધની વિરુદ્ધ છે, પછી એ ભલે ને ગમે તેવું યુદ્ધ હોય! પહલગામમાં થયેલા આતંકી હુમલા અંગે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, "અમે તો પહલગામ આંતકી હુમલા અંગે તપાસ કરવા માટે સહયોગ કરવાની વાત ભારતને કરી હતી. પરંતુ અમને જવાબ હુમલાના સ્વરૂપે મળ્યો. ભારત તરફથી કરવામાં આવેલા હુમલામાં ૩૩ પાકિસ્તાની નાગરિકોના મૃત્યુ થઈ ગયા છે.
અમેરિકાન વડાપ્રધાન ડોનલ્ડ ટ્રમ્પના વિઝનની પ્રશંસા કરતાં શહબાઝ શરીફે જણાવ્યું હતું કે, "હું ટ્રમ્પના વિઝનથી ખૂબ જ પ્રેરિત થયો છું. વેપાર, ઇન્વેસ્ટમેન્ટ અને ટેરિફને તર્કસંગત બનાવવાનું તેમનું વિઝન અમારા માટે તાજી હવા સમાન છે.
આ સમગ્ર મામલે (India-Pakistan) એવું જણાઇ રહ્યું છે કે ટ્રમ્પ યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ભારતે એ ચોખવટ કરી જ દીધી છે કે યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતા હતી જ નહીં. તે સંપૂર્ણપણે દ્વિપક્ષીય વાતચીતનું જ પરિણામ હતું.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સતત ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારી દ્વારા કરવામાં આવેલી અરજીને યાદ કરી રહ્યા છે, જેમણે દાવો કર્યો હતો કે ટ્રમ્પ બંને રાષ્ટ્રો વચ્ચે દુશ્મનાવટ બંધ કરવામાં મદદ કરવાને શ્રેયને પાત્ર છે. કારણકે ઘણીવાર તેઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરવાનો શ્રેય લીધો છે.
તેથી જો અમેરિકા આ યુદ્ધવિરામ જાળવવામાં પાકિસ્તાનને મદદ કરવા તૈયાર છે, તો તે અપેક્ષા રાખવી વાજબી (India-Pakistan) છે કે વ્યાપક સંવાદની વ્યવસ્થા કરવામાં અમેરિકાની ભૂમિકા પણ અમારા માટે ફાયદાકારક રહેશે એવું શહબાઝ શરીફે કહ્યું હતું.