19 September, 2023 10:59 AM IST | Germany | Gujarati Mid-day Correspondent
રૉડ સાથે કેમ ચીપકાવ્યો હાથ
જર્મનીના બર્લિનમાં પર્યાવરણને બચાવવા માટે આંદોલન કરી રહેલી એક મહિલા કાર્યકર્તાએ બધાનું ધ્યાન આકર્ષિત કરવા માટે ગુંદર નાખીને પોતાના હાથને રૉડ સાથે ચીપકાવી દીધો હતો, જેને પોલીસે રૉડ સહિત કાપીને કાઢવો પડ્યો હતો. જર્મનીના લાસ્ટ જનરેશન મૂવમેન્ટની માગ છે કે સમગ્ર જર્મનીમાં વાહનની સ્પિડ-લિમિટ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે, સમગ્ર દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે સસ્તી ટિકિટ બહાર પાડવામાં આવે; એટલું જ નહીં, ૨૦૩૦ સુધી સમગ્ર જર્મનીમાં ખનીજ તેલથી ચાલતાં વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે.