ઑપરેશન સિંદૂર બાદ IMFએ પાકિસ્તાનને બીજી ૧.૨ અબજ ડૉલરની લોન આપી, પાકિસ્તાનના અર્થતંત્રની પ્રશંસા કરી

10 December, 2025 09:24 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

આમાં ક્લાઇમેટ પ્રોગ્રામ હેઠળ એક અબજ ડૉલરની લોન અને ૨૦૦ મિલ્યન ડૉલરની સહાયનો સમાવેશ થાય છે

ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)

ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)એ પાકિસ્તાનને એના આર્થિક સંકટને દૂર કરવા માટે ૧.૨ અબજ ડૉલર (આશરે ૧૦,૭૮૧ કરોડ રૂપિયા)ના ભંડોળને મંજૂરી આપી છે. આમાં ક્લાઇમેટ પ્રોગ્રામ હેઠળ એક અબજ ડૉલરની લોન અને ૨૦૦ મિલ્યન ડૉલરની સહાયનો સમાવેશ થાય છે. પડકારો છતાં આર્થિક સ્થિરતા જાળવવા માટે IMFએ પાકિસ્તાનની પ્રશંસા પણ કરી છે. પૂરગ્રસ્ત પાકિસ્તાનના અર્થતંત્રને ટકાવી રાખવા માટે આ લોન પાકિસ્તાન માટે લાઇફલાઇન સાબિત થશે. ઑપરેશન સિંદૂર પછી બીજી વખત IMFએ પાકિસ્તાનને લોન આપી છે. અગાઉની લોન ૯ મેએ ૧.૪ અબજ ડૉલરની આપવામાં આવી હતી.

international news world news international monetary fund imf pakistan operation sindoor