08 October, 2025 09:50 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કરજા પર ચાલી રહી છે અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)એ એને અબજો ડૉલર કરજ આપ્યું છે. પાકિસ્તાનની દેવાળિયા જેવી હાલત કોઈનાથી છુપાયેલી નથી. હાલમાં પાકિસ્તાન દ્વારા અપાયેલા ટ્રેડ ડેટામાં ૧૧ બિલ્યન ડૉલરની ગોલમાલ સામે આવી છે ત્યારે એને લોન આપનારી IMFએ પાકિસ્તાનને ફટકાર લગાવી છે. IMFએ પાકિસ્તાન પાસે આ રકમનો હિસાબ-કિતાબ માગ્યો છે અને પારદર્શિતા જાળવવાની સલાહ આપી છે. ઇન્ટરનૅશનલ ન્યુઝપેપર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન સિંગલ વિન્ડો (PSW)એ ૨૦૨૩-’૨૪માં જેટલી પણ આયાત બતાવી હતી એમાંથી પાકિસ્તાન રેવન્યુ ઑટોમેશન લિમિટેડ (PRAL)ની કુલ આયાતમાં ૫.૧ બિલ્યન ડૉલરનો ડિફરન્સ જોવા મળ્યો હતો. ૨૦૨૨-’૨૩ની સાલના આંકડાઓમાં પણ ૫.૭ બિલ્યન ડૉલર ઓછા છે. PRALના આંકડા વધુ સટિક મનાતા હોવાથી IMFએ પાકિસ્તાનને ૧૧ બિલ્યિન ડૉલરનો હિસાબ આપવા કહ્યું છે.