મેક અમેરિકા ગ્રેટ અગેઇનને બદલે મેક અમેરિકા ગો અવે

21 January, 2026 11:48 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગ્રીનલૅન્ડવાસીઓએ ડોનલ્ડ ટ્રમ્પના MAGA નારાનો અર્થ બદલી નાખ્યો

ડોનલ્ડ ટ્રમ્પ

૨૦૨૫માં ૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી એ ઘટનાને ગઈ કાલે એક વર્ષ પૂરું થયું. એ વખતે ટ્રમ્પે એક સ્લોગન આપ્યું હતું, MAGA. મતલબ કે મેક અમેરિકા ગ્રેટ અગેઇન. આ એક વર્ષમાં ડોનલ્ડ ટ્રમ્પે અનેક મોટા નિર્ણયો લઈને દુનિયા આખીમાં ઊથલપાથલ મચાવી દીધી છે અને હવે ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની જીદે ચડ્યા છે. આ સમયે ગ્રીનલેન્ડવાસીઓએ ટ્રમ્પનો ભારે વિરોધ કર્યો છે. ટ્રમ્પના વિરોધમાં થતી નારાબાજીમાં હવે ગ્રીનલૅન્ડવાસીઓ MAGAના નારા જ લગાવે છે, પરંતુ એનું ફુલ ફૉર્મ રાખ્યું છે મેક અમેરિકા ગો અવે મતલબ કે અમેરિકાનો ભગાઓ. પ્રદર્શનકારીઓ ટ્રમ્પ જેવી લાલ રંગની ટોપી પહેરીને એની પર આ નારો લખીને ફરે છે. 

international news world news donald trump united states of america greenland