ટ્રમ્પની હાજરીમાં ઇજિપ્તમાં આજે મળશે ગાઝા પીસ સમિટ

13 October, 2025 09:05 AM IST  |  gaza | Gujarati Mid-day Correspondent

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટૅરિફ-ટેન્શન નવા સ્તરે પહોંચી રહ્યું છે.

ડોનલ્ડ ટ્રમ્પ

ગાઝા સીઝફાયર સમાધાનના પહેલા તબક્કા અંતર્ગત ૪૮ બંધકોને આજે સવારે છોડવામાં આવશે. એમાં ૨૦ જીવિત વ્યક્તિઓ અને ૨૮ શબ સોંપવામાં આવશે. ઇઝરાયલની સેનાએ શુક્રવારે બપોર સુધીમાં ગાઝાના નિયત સ્થળ સુધીની વાપસી પૂરી કરી લીધી હતી અને હમાસને ૭૨ કલાકનો સમય આપ્યો હતો. આજે ઇજિપ્તમાં ગાઝા યુદ્ધની સમાપ્તિના સમાધાન પર ચર્ચા થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સહિત ૨૦ દેશના નેતાઓ એમાં ભાગ લેશે. બીજી તરફ હમાસે ઇજિપ્તમાં થઈ રહેલી ગાઝા પીસ સમિટમાં સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવાના સમારોહમાં હાજર રહેવાની ના પાડી દીધી છે. સંગઠનના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે તેઓ હજી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની યોજનાના કેટલાક હિસ્સાથી અસહમત છે. 

ચીન પર ઍર-સ્ટ્રાઇક કરવાનું પ્લાનિંગ કર્યું અમેરિકાએ

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટૅરિફ-ટેન્શન નવા સ્તરે પહોંચી રહ્યું છે. અમેરિકાએ ચીની ઍરલાઇન્સને રશિયાની ઍર-સ્પેસ વાપરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો એમ થશે તો ચીની ઍરલાઇન્સની ઑપરેશનલ કૉસ્ટ વધશે અને એને ટિકિટ વેચવામાં મુશ્કેલી આવશે. 

international news world news gaza strip egypt donald trump united states of america