અમેરિકાને ફરી મહાન બનાવીશું : ટ્રમ્પ

17 November, 2022 10:58 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૦૨૪માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનું કર્યું એલાન

ડોનલ્ડ ટ્રમ્પ

વૉશિંગ્ટન (રૉયટર્સ) : અમેરિકાના ૭૬ વર્ષના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ ૨૦૨૪માં ફરી એક વાર રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઊભા રહેશે. ૨૦૨૪માં તેઓ રિપબ્લિકન પાર્ટી વતીથી લડશે. અમેરિકાને ફરી મહાન અને ગૌરવશાળી બનાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટે પોતે ઉમેદવારી નોંધાવતા હોવાનું જણાવતાં ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે ઔપચારિક રીતે ૨૦૨૪ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભર્યું હતું. 

મધ્યવર્તી ચૂંટણીમાં પરાજય મળ્યા પછી ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસ માટે પોતાનો ત્રીજું અભિયાન શરૂ કરવાની તૈયારીમાં છે.  

ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકી ઇલેક્શન ઑથોરિટીની સાથે જ વાઇટ હાઉસની ઉમેદવારી માટે પણ ઉમેદવારીપત્રક ભરી દીધું છે. ૨૦૨૪માં પાર્ટીના ઉમેદવારીના સંભવિત દાવેદારોમાં ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસાંટીસ તથા ભૂતપૂર્વ ઉપ-અધ્યક્ષ માઇક પેંસ હોઈ શકે છે. જીત હાંસલ કરવા ડોનલ્ડ ટ્રમ્પે ૪૩૫ સીટમાંથી બહુમત હાંસલ કરવો પડશે. ભૂતપૂર્વ ફુટબોલ સ્ટાર હર્શેલ વોકર પણ ડેમોક્રેટિક યુએસ સેનેટર રાફેલ વોર્નોક સામેની રેસમાં ટ્રમ્પના હૅન્ડપિક ઉમેદવારોમાં સામેલ છે.

મધ્યવર્તી ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામ બાદ ટ્રમ્પ પર તેમના સમર્થનને કારણે રિપબ્લિકન ઉમેદવાર હાર્યા હોવાના અનેક આરોપ લાગ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે ડોનલ્ડ ટ્રમ્પ પર બે વખત મહાભિયોગ ચાલ્યો હોવાથી આ ચૂંટણી જીતવી તેમના માટે ઘણી મુશ્કેલ છે. 

international news washington donald trump us president us elections