બ્રિટનમાં હજારો ઍર ટ્રાવેલર્સ રખડી પડ્યા

29 August, 2023 09:48 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ટેક્નિકલ ફૉલ્ટને કારણે તમામ ઍરપોર્ટ પર વિમાનોનું લૅન્ડિંગ અને ટેક-ઑફ પર પડી વિપરીત અસર

બ્રિટનના ઍરપોર્ટ પર પ્રવાસીઓની મોટી લાઇનો

ટેક્નિકલ ફૉલ્ટને કારણે ગઈ કાલે સમગ્ર બ્રિટનમાં અચાનક હવાઈ મુસાફરીને ગ્રહણ લાગ્યું છે. આને કારણે ન તો વિમાન લૅન્ડ થઈ રહ્યાં છે કે ન તો ટેક-ઑફ કરી રહ્યાં છે. એની અસર સમગ્ર યુરોપની હવાઈ સફર પર પડી છે. એક ઍરલાઇન્સે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નેટવર્ક ફેલ થઈ ગયું છે. બ્રિટિશ ઍરપોર્ટ દ્વારા મુસાફરોએ કહ્યું કે ઍર ટ્રાફિક કન્ટ્રોલ ડાઉન છે અને તમામ ફલાઇટ થોડા સમય પછી ઊડશે.

નૅશનલ ઍર ટ્રાફિક કન્ટ્રોલર નૈટસે કહ્યું કે અમે તક્નિકી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. સુરક્ષાને કારણે અમે ટ્રાફિક ફ્લો પર પ્રતિબંધ લગાડીએ છીએ. એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સીને જણાવ્યા મુજબ એન્જિનિયર્સ સમસ્યાને લઈને કામ કરી રહ્યા છે. સાથે જ અસુવિધા માટે માફી પણ માગવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ઉત્તર અને દ​ક્ષિણની ફ્લાઇટને અસર વિશે જણાવવામાં આવ્યું છે. સૂચનામાં મુસાફરોને આગળ કહેવાયું છે કે જો તમારી ફ્લાઇટ હોય તો ઍરપોર્ટ પર જતાં પહેલાં એક વાર લેટેસ્ટ માહિતી પ્રાપ્ત કરી લો.

great britain international news world news