Firing In US: કેલિફોર્નિયામાં અંધાધૂંધ ગોળીબાર, 16ને વાગી ગોળી, 10 લોકોના મોત 

22 January, 2023 03:50 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Online Correspondent

ચીની નવા વર્ષને ધ્યાનમાં રાખીને આયોજિત એક કાર્યક્રમમાં ગોળીબારની આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. લગભગ 16 લોકોને ગોળી વાગી છે.

તસવીર: PTI

અમેરિકા (America)ના કેલિફોર્નિયા(California)માં એક કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર (US Firing) થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીની નવા વર્ષને ધ્યાનમાં રાખીને આયોજિત એક કાર્યક્રમમાં ગોળીબારની આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. લગભગ 16 લોકોને ગોળી વાગી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવારે રાત્રે બનેલી ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવાલો સંભાળ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Assamના CM હિમંત બિસ્વ સરમા શાહરુખને નથી ઓળખતા, 2 વાગ્યે SRKએ કર્યો ફોન

માહિતી અનુસાર, ગોળીબાર સ્થાનિક સમય અનુસાર રાત્રે 10 વાગ્યાની આસપાસ (0600 GMT) થયો હતો. અહીં મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ ચંદ્ર નવા વર્ષની ઉજવણી થઈ રહી હતી. આ દરમિયાન સમારોહ દરમિયાન એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. એવી આશંકા છે કે આ દરમિયાન ઘણા લોકોને ગોળીઓ વાગી છે અને ઘણા લોકોના મોત પણ થયા છે. અગાઉના દિવસે, હજારો લોકોએ ઉત્સવમાં ભાગ લીધો હતો. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે 7 માઈલ (11 કિમી) દૂર છે.

world news california united states of america los angeles