ભવિષ્યમાં ગરીબી જ નહીં રહે, કોઈએ પૈસા બચાવવાની જરૂર નથી

19 December, 2025 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૦૦ બિલ્યન ડૉલરના માલિક ઈલૉન મસ્કનો આશ્ચર્યજનક દાવો

ઈલૉન મસ્ક

ટેસ્લાના માલિક ઈલૉન મસ્કે ગુરુવારે એવી કમેન્ટ કરી હતી કે ભવિષ્યમાં યુનિવર્સલ હાઈ ઇન્કમનો જમાનો હશે અને કોઈએ સેવિંગ્સ કરવાની જરૂર નહીં હોય. તેમણે આ કમેન્ટ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટનો જવાબ આપતી વખતે કરી હતી.

જોકે સોશ્યલ મીડિયા પર ઈલૉન મસ્કની આ કમેન્ટની ઘણી ટીકા પણ થઈ હતી અને લોકોએ તેમના વાણી અને વર્તનમાં રહેલો વિરોધભાસ દેખાડીને સવાલ કર્યો હતો કે તમે પોતે ૬૦૦ બિલ્યન ડૉલરની નેટવર્થ ભેગી કરીને બેઠા છો અને લોકોને કહો છો કે પૈસાની બચત કરવાની જરૂર નહીં રહે?

આ અગાઉ પણ ઈલૉન મસ્ક એવો દાવો કરી ચૂક્યા છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના ડેવલપમેન્ટથી ભવિષ્યમાં ગરીબી દૂર થઈ જશે અને એક એવો સમય આવશે જ્યારે પૈસા નકામા થઈ જશે.

international news world news tesla elon musk