બંગલાદેશમાં આવતા વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

12 December, 2025 10:08 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટી ચૂંટણી નહીં લડી શકે, વચગાળાની યુનુસ સરકારના કાર્યકાળને વધારવાની અટકળો પર પૂર્ણવિરામ

પ્રતીકાત્મક તસવીર

ગયા વર્ષે બંગલાદેશમાં અચાનક થયેલા સત્તાપલટા પછી નવેસરથી ચૂંટણીની જાહેરાત થઈ છે. બંગલાદેશના ચીફ ઇલેક્શન કમિશનર નસીરુદ્દીને ગુરુવારે દેશનું ૧૩મું નૅશનલ ઍસેમ્બલી ઇલેક્શન ૨૦૨૬ની ૧૨ ફેબ્રુઆરીએ કરવાનું અનાઉન્સ કર્યું હતું. આ સાથે જ બંગલાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારનો કાર્યકાળ વધારવા વિશે ચાલી રહેલી અટકળોને પૂર્ણવિરામ લાગી ગયું છે.

ગયા વર્ષે ઑગસ્ટમાં સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ દ્વારા તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવવામાં આવ્યાં હતાં. એ પછી શેખ હસીનાની રાજકીય પાર્ટી અવામી લીગને બંગલાદેશમાં પ્રતિબંધિત જાહેર કરવામાં આવી હતી એને કારણે હવે અવામી લીગ આવનારા ઇલેક્શનમાં ભાગ નહીં લઈ શકે. હવે બંગલાદેશમાં મુખ્ય ટકરાવ ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી અને કટ્ટરપંથી સંગઠન જમાત-એ-બંગલાદેશ વચ્ચે થશે. 

international news world news bangladesh sheikh hasina