10 April, 2025 02:24 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડૉમિનિકન રિપબ્લિક રાજધાની સેન્ટો ડૉમિંગોમાં મંગળવારે એક નાઇટ-ક્લબની છત તૂટી પડતાં ૫૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૬૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચે હજી ઘણા લોકો દટાયેલા હોવાનું જાણવા મળે છે.
ફ્રાન્સ સાથે ૨૬ રાફેલ મરીન જેટ ખરીદવા ભારતે કર્યો ૬૪,૦૦૦ કરોડનો સોદો
વડા પ્રધાનની અધ્યક્ષતાવાળી કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીએ ફ્રાન્સ સાથે ૨૬ રાફેલ મરીન ફાઇટર વિમાનોની સીધી ખરીદી કરવા માટે આશરે ૬૪,૦૦૦ કરોડ રૂપિયાના મોટા સોદાને મંજૂરી આપી છે. આ વિમાનો INS (ઇન્ડિયન નેવલ સર્વિસ) વિક્રાંતના ડેક પરથી સંચાલિત થશે. બાવીસ સિંગલ સીટવાળાં રાફેલ એમ-જેટ અને ચાર ડબલ સીટવાળાં ટ્રેઇનર પ્લેન ખરીદવા માટે સરકારથી સરકાર વચ્ચે ટૂંક સમયમાં સોદા પર હસ્તાક્ષર થશે. એમાં હથિયાર, સિમ્યુલેટર, ફાઇટર પાઇલટોને ટ્રેઇનિંગ અને પાંચ વર્ષનો પ્રદર્શન આધારિત લૉજિસ્ટિક સપોર્ટ સામેલ છે. આ વિમાનોની ૩૭થી ૬૫ મહિનામાં ડિલિવરી કરવામાં આવશે. ૨૦૩૦-’૩૧ સુધીમાં તમામ ફાઇટર જેટ સામેલ થશે. નૌકાદળ પાસે હાલમાં ૪૦ મિગ-29K જેટ સામેલ છે.