ડૉક્ટરોને ક્દાચ ટ્રમ્પની H-1B વીઝા-ફીમાંથી મુક્તિ મળશે

23 September, 2025 07:12 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં કામ માટે આવતા નવા પ્રોફેશનલ્સને H-1B વીઝા પર લાદવામાં આવેલી ૮૮ લાખ રૂપિયાની વન-ટાઇમ ફીમાંથી ડૉક્ટરોને મુક્તિ મળી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કામ માટે આવતા નવા પ્રોફેશનલ્સને H-1B વીઝા પર લાદવામાં આવેલી ૮૮ લાખ રૂપિયાની વન-ટાઇમ ફીમાંથી ડૉક્ટરોને મુક્તિ મળી શકે છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં વાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોઝર્સની ઈ-મેઇલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે નવી ઘોષણામાં સંભવિત છૂટછાટોની અનુમતિ છે, જેમાં ડૉક્ટર અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સામેલ છે.

international news world news donald trump united states of america indian medical association all india institute of medical sciences