02 November, 2023 11:50 AM IST | Gaza | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલના જબાલિયા રેફ્યુજી કૅમ્પમાં ઇઝરાયલના હવાઈ હુમલા બાદની તારાજી (તસવીર : એ.એફ.પી.)
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ભલે દુઃખદ મોત છતાં હમાસ સામેની લડાઈ યથાવત્ રાખવામાં આવશે. હમાસે જ્યારે ૭ ઑક્ટોબરના ઇઝરાયલનાં શહેરો પર હુમલો કર્યો હતો ત્યારે ૧૪૦૦ લોકોને માર્યા હતા એટલું જ નહીં, ૨૪૦ લોકોને બંધક બનાવીને લઈ ગયા હતા જે પૈકી બે અમેરિકન સહિત ચાર નાગરિકોને છોડી મૂક્યા હતા. ઇઝરાયલે ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે હવાઈ હુમલામાં હમાસનો કમાન્ડર માર્યો ગયો હતો. જોકે આ દાવાને હમાસે ફગાવી દીધો હતો. બીજી તરફ પૅલેસ્ટીન ઑથોરિટીએ કરેલા દાવા મુજબ આ હુમલામાં ૫૦ નાગરિકો માર્યા હતા. દરમ્યાન ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું હતું કે ગાઝા સ્ટ્રિપમાં તેમના સેનિકો તથા નાગરિકોનાં મોત છતાં હમાસ સામેની લડાઈ ચાલુ રાખવામાં આવશે. નેતન્યાહુએ મંગળવારે કહ્યું હતું કે જમીન પર ચાલી રહેલા યુદ્ધમાં તેમના ૧૧ સૈનિકો માર્યા ગયા છે.
દરમ્યાન હમાસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે જબાલિયા રેફ્યુજી કૅમ્પમાં ઇઝરાયલે કરેલા હવાઈ હુમલામાં ત્રણ વિદેશી નાગરિકો સહિત ૭ બંધકો માર્યા ગયા હતા.