15 April, 2020 03:24 PM IST | Ghana | Gujarati Mid-Day Online Correspondent
પતિની માંગથી કંટાળી ગઇ છે પત્ની
એક તરફ કોરોનાવાઇરસ દુનિયામાંથી ટળવાનું નામ નથી લેતો તો બીજી તરફ લૉકડાઉનમાં ઘરમાં રહેનારાઓની સમસ્યા દૂર નથી થઇ રહી.લૉકડાઉને ભલભલી પરિસ્થિતિ બદલી નાખી છે અને ઘરમાં રહીને કામ કરનારા પતિઓને કારણે મહિલાઓની પરેશાની અલગ રીતે જ વધી ગઇ છે.ઘરમાં રહીને કામ કરનારા પતિઓ પત્ની પર જોર જૂલમ કરે છે તેવા રિપોર્ટ્સ આપણે વાંચ્યા કે ઘરેલુ હિંસાના કિસ્સા વધી ગયા છે. પણ તમે માનશો નહીં કે ઘરમાં રહેનારા પતિઓ પત્નીઓ પાસે સેક્સની માંગ પણ સતત કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક પોસ્ટમાં એક મહીલા પોતાની વ્યથા વર્ણવી રહી છે. આફ્રિકાનાં ઘાનાનાં આ મહિલાએ પોતાનો બળાપો સોશ્યલ મીડિયા પર ઠાલવ્યો છે અને સરકારને વિનંતી કરી છે કે લૉકડાઉન હટાવી લે.
ટ્વિટર સહિત અન્ય પ્લેટફોર્મ્સ પર વાઇરલ થયેલા આ વીડિયોમાં મહિલા કહી રહી છે કે કે લૉકડાઉનમાં ઘરે રહેલા પતિની સેક્સની ઇચ્છા અટકતી જ નથી અને તે બહુ ડિમાન્ડિંગ થઇ ગયો છે.તેણે કહ્યું છે કે કે તેના જેવી એવી ઘણી સ્ત્રીઓ હશે જે આ સમસ્યાનો શિકાર થઇ હશે.તે કહે છે કે ઉંઘ પુરી થઇ નથી કે પતિ સેક્સ માટે તૈયાર હોય છે અને જમાડો એટલે ટીવી જોઇને ફરી સેક્સની માંગ કરે છે અને સતત સેક્સની જ માંગણી કર્યા કરે છે.શું અમે સ્ત્રીઓ સેક્સ કરવા માટે લૉકડાઉનમાં છીએ? સ્થાનિક વેબસાઇટ્સમાં આ સમાચાર પ્રકાશિત થયા છે અને મહિલાને ટાંકીને તેમણે લખ્યું છે કે વારંવાર સેક્સ માંગનાર પતિએ તેની હાલત બગાડી છે અને પતિની ચિત્ર-વિચિત્ર માંગણીઓ પુરી કરીને પણ સેક્સભૂખ્યા પતિને શાંત પાડવો પડે છે.તેણે વિનંતિ કરી છે કે સિક્યોરિટી ફોર્સિઝ તેની આ સમસ્યા સમજે અને તેને યોગ્ય રીતે સંબોધે.લૉકડાઉનને કારણે તે આવા પતિથી છૂટવા કામે પણ નથી જઇ શકતી તેમ પણ તેણે કહ્યું છે.