ચીને હવામાં જ આકાર બદલતી હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી

03 November, 2025 09:22 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનની નૅશનલ યુનિવર્સિટી ઑફ ડિફેન્સ ટેક્નૉલૉજીના વૈજ્ઞાનિકોએ ઉડાન દરમ્યાન આકાર બદલી શકતી હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી છે અને એને મૉર્ફિંગ મિસાઇલ નામ આપ્યું છે

મૉર્ફિંગ મિસાઇલ

દુનિયાભરના સંશોધકો માટે હાઇપરસોનિક મિસાઇલોની દિશા બદલવાનું બહુ પડકારજનક હોય છે. મિસાઇલન‌ી ગતિ જેટલી વધુ હોય એટલું એની દિશા બદલવાનું વધુ મુશ્કેલ હોય. જોકે ચીનના નિષ્ણાતોએ મિસાઇલોની દુનિયામાં ગ્રાઉન્ડ બ્રેકિંગ કહેવાય એવી દિશા અને આકાર બદલતી મિસાઇલની પહેલી ઝલક દેખાડી છે. ચીનની નૅશનલ યુનિવર્સિટી ઑફ ડિફેન્સ ટેક્નૉલૉજીના વૈજ્ઞાનિકોએ ઉડાન દરમ્યાન આકાર બદલી શકતી હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી છે અને એને મૉર્ફિંગ મિસાઇલ નામ આપ્યું છે. આ મિસાઇલની પ્રોટોટાઇપમાં ફોલ્ડેબલ વિંગ્સ જોડવામાં આવી છે જે અલગ-અલગ સ્પીડમાં અંદર કે બહાર જાય છે અને મિશન તેમ જ હવાના દબાણ મુજબ આકાર બદલી શકે છે.

china international news world news news