પૈસા નહીં, સોનાની ઈંટ આપીને ખરીદાયું શાનદાર ઘર

21 December, 2023 12:00 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ અનોખી ડીલ ત્યારે થઈ છે જ્યારે ચીની ખરીદદારે એક શાનદાર મોટું ઘર ખરીદવાનો નિર્ણય લીધો હતો. તેણે રોકડ અથવા બૅન્ક દ્વારા પૈસાની ચુકવણી કરવાને બદલે સોનાની ઈંટ આપીને ઘરની ખરીદી કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં એક વ્યક્તિએ મોટું ઘર ખરીદવા માટે પૈસાની ચુકવણી કરવાને બદલે સોનાની ઈંટો આપી હતી. મોટું ઘર ખરીદનાર આ વ્યક્તિનું નામ જાણી શકાયું નથી, પણ તેણે ઘર ખરીદવા માટે ચમકદાર સોનાની ઈંટો આપી હોવાનું જાણવા મળે છે. એ એક સોનાની ઈંટની કિંમત ૬૦,૦૦૦ યુઆન (અંદાજે ૭,૧૪,૦૪૫ રૂપિયા) હોવાનું જાણવા મળે છે. હવે સોશ્યલ મીડિયા પર પણ આ વ્યક્તિની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અનોખી ડીલ ત્યારે થઈ છે જ્યારે ચીની ખરીદદારે એક શાનદાર મોટું ઘર ખરીદવાનો નિર્ણય લીધો હતો. તેણે રોકડ અથવા બૅન્ક દ્વારા પૈસાની ચુકવણી કરવાને બદલે સોનાની ઈંટ આપીને ઘરની ખરીદી કરી હતી. આ વ્યક્તિએ મોટું ઘર ખરીદવા માટે લગભગ ૩૦ સોનાની ઈંટ આપી હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે ત્યારે એવા સવાલ ઊભા થઈ રહ્યા છે કે આટલી મોટી રકમ માટે સોનાની ઈંટનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો?

international news social media viral videos offbeat videos offbeat news